ગુજરાત રાજયમાં ડાંગરએ મુખ્ય ધાન્ય પાકોમાં એક છે. જેનું ખરીફ તથા ઉનાળુ ૠતુમાં વાવેતર કરવામાં આવે છે. ગુજરાતમાં દક્ષિણ, મધ્ય તેમજ ઉત્તર ગુજરાતમાં મળી આશરે ૭.પ થી આશરે ૮ લાખ હેકટર જેટલા વિસ્તારમાં ડાંગરનું વાવેતર થાય છે. મુખ્ય ચોખા સંશોધન કેન્દ્ર, આણંદ કૃષિ યુનિવર્સિટી, નવાગામ ધ્વારા ઈ.સ.૧૯૭૭માં જી.આર.૧૧ (ગુજરાત–૧૭) જાત માતૃ જાતો ઝેડ–૩૧ અને આઈ.આર.–૮–ર૬૪ના સંકરણ અને પસંદગી પ્રક્રિયા વડે બહાર પાડવામાં આવેલ. આ જાત વિકસાવે ઘણા વર્ષો થયા હોવા છતાં મધ્યમ મોડી પાકવાની અવધી, ઝીણો દાણો, વધુ ઉત્પાદકતા અને રાંધવામાં ઉત્તમ હોવાને લીધે ખેડૂતો, વેપારીઓ તથા ગૃહિણીઓમાં ખૂબજ પ્રચલિત છે. ઘણા લાંબા સમયથી વાવણી હેઠળ હોવાને લીધે આ જાતમાં હાલમાં ડાંગરના મુખ્ય રોગ જીવાતનો ઉપદ્રવ વધુ જોવા મળે છે. જેને લીધે તેની ઉત્પાદકતા પહેલાં કરતાં ઓછી થવા પામેલ. તેમ છતાં આ જાતના ચોખાની માંગ યથાવત રહેલ હતી. જે સમસ્યાને પહોચવા સારૂં મુખ્ય ચોખા સંશોધન કેન્દ્ર, આણંદ કૃષિ યુનિવર્સિટી, નવાગામધ્વારા જી.એ.આર.–૧૩ (ગુજરાત આણંદ રાઈસ–૧૩) જે જી.આર.–૧૧ અને આઈ.ટી.૧૪૭ર૬ ના સંકરણ અને પસંદગી પ્રક્રિયા વડે સમગ્ર ગુજરાત રાજય માટે વર્ષ ર૦૦૯ માં ખેડૂતો માટે ભલામણ કરવામાં આવેલ.
રાજય કક્ષાના ડાંગરના વિવિધ ચકાસણી અખતરાઓમાં વર્ષ ર૦૦૪–૦પ થી ર૦૦૮–૦૯ દરમયાન જી.એ.આર.–૧૩ની ચકાસણી કરવામાં આવેલ જેમાં તેણે લોકપ્રિય જાત જી.આર.–૧૧ કરતાં ૧૮.ર% જેટલું વધુ ઉત્પાદન મેળવેલ. રાષ્ટ્રિય કક્ષાના ડાંગરના ચકાસણી અખતરાઓમાં વર્ષ ર૦૦૮ અને ર૦૦૯માં સમગ્ર ભારતના ડાંગરના વિવિધ સંશોધન કેન્દ્રો ખાતે આ જાતની ચકાસણી કરવામાં આવેલ. જે પૈકી વર્ષ ર૦૦૮ માં આ જાત અંકુશ જાતો (ચેક વેરાયટી) કરતાં ૭.૬૦ થી ૧૧.૧ % વધુ ઉત્પાદન આપી ઉત્પાદકતામાં આગળ રહેલ તથા વર્ષ ર૦૦૯માં આ જાત અંકુશ જાતો કરતાં ૧પ.૪૦ થી પ૬.પ૬% વધુ ઉત્પાદન આપી ઉત્પાદકતામાં આગળ રહેલ.
મધ્યમ મોડી પાકવાની અવધી, ઝીણો દાણો, રોગ જીવાત સામે મધ્યમ પ્રતિકારકતા તથા રાંધવાની ઉત્તમ ગુણવત્તાને લીધે ઘણાં ઓછા સમયમાં આ જાત ડાંગર સાથે સંકળાયેલ ખેડૂત તથા વેપારી સમુદાયમાં ઘણી પ્રચલિત થયેલ છે. જેના ફળસ્વરૂપે જી.એ.આર.–૧૩ના બ્રીડર બીયારણની માંગ જી.આર.–૧૧(ગુજરાત–૧૭)ની સરખામણીએ ઘણી વધવા પામેલ છે.
0 Comments:
Post a Comment