ભારત એક કૃષિ પ્રધાન દેશ છે.રાષ્ટ્રીય આવકના 26% ભાગ કૃષિમાંથી પ્રાપ્ત થાય છે
કૃષિ માટે અનુકૂળ પરિબળો
- ખેતી માટે વિશાળ ફળદ્રુપ મેદાનો છે.
- બારેમાસ વિવિધ પાક લઇ શકાય તેવી આબોહવા છે.
- કુશળ અને મહેનતું ખેડૂતો
- કૃષિ માટે પ્રતિકૂળ પરિબળો
- સિંચાઇની અપૂરતી સગવડો
- ગરીબ અને નિરક્ષર ખેડૂતો
- વસ્તી વધારો, ખેતરોના નાના કદ
- રાસાયણીક ખાતરો, સંકરણ બિયારણ અને જંતુનાશક દવાનો ઓછો ઉપયોગ
કૃષિના પ્રકારો
આત્મનિર્વાહ ખેતી
ભારતમાં ખેડૂતોની આર્થિક સ્થિતિ નબળી હોવાથી અને ખેતરોના કદ નાનાં અને છૂટાછવાયાં હોવાથી ખેડૂતને સુધારેલી ખેતી અને મોંઘા બિયારણો તથા ખાતરોનો ઉપયોગ કરવો પોષાય તેમ નથી
આ ખેતીમાં ખેડૂતને ખેતીની આવક પોતાના કુટુંબના ભરણપોણમાં વપરાઇ જતી હોય છે તેથી તેને આત્મનિર્વાહ ખેતી કહે છે
જોકે હવે આ ખેતીમાં સિંચાઇની સગવડ, રાસાયણીક ખાતરો, જંતુ નાશક દવાઓ વગેરેનો ઉપયોગ થતાં કૃષિ ઉત્પાદન વધરે થાય છે તેથી આ કૃષિનું વ્યાપારિક કૃષિ તરફ પ્રયાણ થઇ રહ્યું છે
શુષ્ક ખેતી (સુકી ખેતી)
- જ્યાં વરસાદ ઓછો પડે છે અને સિંચાઇને સગવડ નથી ત્યાં સૂકી ખેતી થાય છે
- શુષ્ક ખેતીમાં ભેજનુ મહત્વ વધુ હોય છે
- શુષ્ક ખેતીમાં વર્ષમાં એકજ પાક લઇ શકાય છે
- શુષ્ક ખેતીમાં જુવાર, બાજરી જેવા પાકો લેવામાં આવે છે
આર્દ્ર ખેતી
- આર્દ્ર ખેતી વરસાદ વધુ અને સિંચાઇની સગવડ છે ત્યાં થાય છે
- આર્દ્ર ખેતીમાં એક કરતા વધુ પાક લઇ શકાય છે
- આર્દ્ર ખેતીમાં ડાંગર, શેરડી, શાક- ભાજી વગેરે પાકો લેવામાં આવે છે
સ્થળાંતરિત ખેતી (ઝૂમ ખેતી)
- સ્થળાંતરિત ખેતીમાં જંગલોના વૃક્ષોને કાપી જમીન સાફ કરીને તેમાં ખેતી કારવામં આવે છે
- અહીં બે કે ત્રણ વર્ષ ખેતી કર્યા બાદ જમીનની ફળદ્રુપતાં ઘટતાં તે વિસ્તાર છોડી લોકો બીજા વિસ્તારમાં સ્થળાંતરિત થઇ ત્યાં એ જ પદ્ધતિથી ખેતી કરે છે.
- અહીં સૂકા ધાન્ય પાકો જેવા કે મકાઇ ,જુવાર,વગેરે પાકો લેવામાં આવે છે
બાગાયતી ખેતી
- બાગાયતી ખેતીમાં પાકની સારસભાંળ અને માવજત ચીવટપૂર્વક કરવામાં આવે છે
- જેમાં લાંબા સમય સુધી ઉત્પાદન મળતું રહે છે
- દા.ત. ચા, ફળોના બગીચાઓ
- બાગાયતી ખેતીમાં મૂડીની વધુ આવશ્યકતા રહે છે.તથા સુર્દઢ આયોજન, ટેકનિકલ જ્ઞાન, યંત્રો, ખાતરો, સિંચાઇ, પરિવહનની સુવિધાઓ વગેરે આવશ્યકતા રહે છે
- બાગાયતીના પકો – ચા, કોફી, સિંકોના, કોકો, રબર વગેરે વિવિધ ફળો થાય છે.
- બાગાયતી ખેતી મોટા ભાગે ઉત્તર -પૂર્વના રાજયો, પ.બંગાળા, હિમાલયની તળેટીમાં,દ.ભારતમાં નિલગીરી અને અનાઇમલાઇની ટેકરીયોમાં થાય છે
સઘન ખેતી
- જ્યાં સિંચાઇની વધુ સગવડ છે ત્યાંનો ખેડૂત ખાતરો, જંતુનાશક દવાઓ, અને યંત્રોનો વ્યાપક ઉપયોગ કરીને વધુ ઉત્પાદન મેળવે છે.આ પ્રકારની ખેતીને સધન ખેતી કહેવામાં આવે છે
ખેતી પદ્ધતીઓ
- સજીવ ખેતી, પોષણક્ષમ( ટકાઉ) ખેતી, મિશ્ર ખેતી વગેરે પધ્ધતિઓ છે
- આ ખેતી પદ્ધતિઓનો અમલ કરવાં પાછળનો મુખ્ય આઅશય એ છે કે ખેત ઉતોઆદનમાં વધારો થાય અને જમીનની ફળદ્રુપતા જળવાઇ હે.
- મિશ્ર ખેતીમાં ધાન્ય ઉપરાંત પશુપાલન, મરઘા-બતકા ઉછેર,મત્સ્ય અને મધમાખી ઉછેર કરવામાં આવે છે
0 Comments:
Post a Comment