Monday, 16 March 2020

ભારત દેશમાં કૃષિ ક્ષેત્રે ‘સ્વચ્છ ભારત અભિયાન'નું મહત્વ

કૃષિક્ષેત્રે ઉપલબ્ધ આંકડાઓ દર્શાવે છે કે, દેશની લગભગ ૧૨૦૭.૨ લાખ હેકટર જમીનનું ધોવાણને લીધે અને ૮૪ લાખ હેકટર જમીન ખારાશ અને પાણી ભરાઈ રહેવાની સમસ્યાઓને લીધે આ તમામ જમીનની ગુણવત્તામાં ઘટાડો થયો છે. બીજી બાજુ, આખા વર્ષ દરમ્યાન પાક ઉત્પાદન માટે વપરાતા રાસાયણિક ખાતરોમાંનો નાઈટ્રોજન લગભગ ૮ લાખ ટન, ફોસ્ફરસ ૧૮ લાખ ટન અને પોટેશિયમ ૨૬૩ લાખ ટન વેડફાય છે કે નાશ પામે છે.
મોટા ભાગના સિંચાઈ વિસ્તારોમાં ભૂગર્ભ જળની સપાટી સતત ઘટી રહી છે અને પાણીમાં રહેલ ક્ષારોના ધોવાણ અને અન્ય પ્રદૂષકોથી પાણીની ગુણવત્તામાં પણ સતત ઘટાડો થઈ રહ્યો છે. જમીન તથા પાણીનો વધુ પડતો ઉપયોગ અને સંસાધનોની ગેરવ્યવસ્થા અને ખામી ભરેલા આયોજનના કારણે હરિયાળી ક્રાંતિના વિસ્તારોમાં પણ અન્ય સમસ્યાઓ ઊભી થવા પામી છે.
એ જ રીતે જંતુનાશકોના પર આડેધડ ઉપયોગ થતાં જમીન પ્રદૂષિત બને છે. ભારત દેશ વિશ્વમાં જંતુનાશકોનો સૌથી મોટો ઉત્પાદક અને સૌથી વધારે ઉપયોગ કરતો દેશ છે. અહી ૩૫૦ જેટલી કંપનીઓ ૧૩૧ પ્રકારની વિવિધ જંતુનાશક દવાઓ તૈયાર કરી જુદા જુદા સ્વરૂપોમાં તેનું વેચાણ કરે છે. અત્યારે આપણા દેશમાં ૮૦૦ લાખ હેકટરમાં જંતુનાશકોનો છંટકાવ થાય છે. ફક્ત ૩૦ વર્ષમાં જ દવાઓનો વપરાશમાં ૧૦ ગણો વધારો થયો છે પરિણામે જંતુનાશક દવાઓથી થતા પ્રદૂષણમાં પણ વધારો થયો છે. એટલે જ પ્રદૂષણનું નિયંત્રણ કરવું જરૂરી છે. આ ઉપરથી એવું કહી શકાય કે “પર્યાવરણ સુરક્ષા” અર્થાત પર્યાવરણનું સંરક્ષણ કરવું એ પણ અતિ મહત્ત્વનું છે આ માટે સજીવ ખેતી એ એક અગત્યનો ઉપાય ગણી શકાય. આમ ઉપરોક્ત વિગતો સંરક્ષણાત્મક ખેતી” ની રીતો અપનાવવાની જરૂરિયાત દર્શાવે છે અને તેમાં પણ ખેતરોમાંના પાકના અવશેષોના ઉપયોગ અંગેની વ્યવસ્થા માટે વધુ ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે. ભારત દેશ તેની વિશાળ ખેતીલાયક જમીનોમાં વિવિધ ખેતી પદ્ધતિ અપનાવી વિશાળ જથ્થામાં પાકના અવશેષો પેદા કરે છે. વર્ષ ૨૦૧૨-૧૩ દરમ્યાન ભારતમાં ઘઉનું ૯૨૪ લાખ ટન, ચોખાનું ૧૦૪૪ લાખ | ટન, મકાઈનું રરર લાખ ટન, બાજરી-જુવાર વગેરેનું ૨૦૭ લાખ ટન, શેરડીનું ૩૩૮૯ લાખ ટન, રેસાવાળા પાકો જેવા કે શણા, કપાસ વગેરે)નું ૪૫૩ લાખ ટન, કઠોળપાકોનું ૧૮૪ લાખ ટન અને તેલીબિયાં પાકોનું ૩૧૦ લાખ ટન આશરે ઉત્પાદન થયેલ. આમ વિવિધ પાકોના ઉત્પાદનની સાથે તેની આડપેદાશ રૂપે પાકના જડીયા, મૂળીયાં, ડાંગર, ઘઉનું પરાળ, મકાઈ, બાજરીના રાડાં, શેરડીની પાતરી, કપાસની કરાંઠી વગેરેનો વિશાળ જથ્થો પેદા થાય છે. એક અંદાજ મુજબ આપણા દેશમાં દર વર્ષે અંદાજે પ00 થી પ૫૦ લાખ ટન જેટલા પાકના અવશેષો પેદા થાય છે. ખેડૂતો આ પાકના અવશેષોનો ઉપયોગ પશુઓના ખોરાક, ખેતરમાં પાથરવા મચિંગ), જૈવિક ખાતરો બનાવવા તથા ગ્રામીણ ઘરોમાં છાપરાં માટેના છાજ કે પરાળ બનાવવા અને સ્થાનિક અને ઔદ્યોગિક વપરાશ માટે બળતણ તરીકે કરે છે. મુખ્યત્વે ખેડૂતો બીજા પાકની વાવણી માટે ખેતરો સાફ કરવા મોટા ભાગના પાકના અવશેષો બાળીને નાશ કરે છે જે ખરેખર જોવા જઈએ તો યોગ્ય નથી, પરંતુ તેમના માટે પણ મજૂરોની અછત અને ખર્ચાળ પરંપરાગત પદ્ધતિઓને કારણે પાકના અવશેષોનો બાળીને નાશ કરવો તે અનુકૂળ બની ગયું છે.
પાકના અવશેષોનો આડેધડ બાળીને નાશ કરવાથી વધુ પ્રમાણમાં પર્યાવરણીય પ્રદૂષણ ઉત્પન્ન થાય છે જે માનવ આરોગ્ય માટે જોખમી છે, તેમજ ગ્રીનહાઉસ ગેસ પેદા કરે છે જેના કારણે ગ્લોબલ વોર્મિંગ પેદા થાય છે. તેથી પાકના અવશેષોનું યોગ્ય અને આયોજનપૂર્વક વ્યવસ્થાપન થાય તે ખૂબ મહત્ત્વનું છે. આ ઉપરાંત પશુઓના છાણ-મૂત્રનો ગોબર ગેસમાં ઉપયોગ કરવાથી પ્રદૂષણ ઘટાડી બળતણ તરીકે ઊર્જાના સંપૂર્ણ સ્વદેશી સ્રોત તરીકે ઉપયોગ કરી શકાય છે તથા તેમાંથી મૂલ્યવાન ખાતર પણ બને છે. વધુમાં પશુઓને નિરવામાં આવતા ઘાસચારાને ચાફકટરથી યોગ્ય રીતે કાપી તેનો ઉપયોગ કરવાથી ઘાસચારાનો બગાડ થતો અટકાવી શકાય છે. આ સિવાય ઘાસચારાનું અથાણું (સાયલેજ) બનાવી શકાય છે. આમ યોગ્ય આયોજન કરી પાકના અવશેષોનો યોગ્ય ઉપયોગ કરી તેમાંથી મહત્તમ ફાયદો મેળવી જોખમો ઘટાડી શકાય તેમ છે.
પાકના અવશેષોના સંરક્ષિત ખેતીના સંદર્ભમાં બહુવિધ ઉપયોગોને પ્રોત્સાહન આપી, ખેડૂતોના ખેતરમાં પાકના અવશેષોનો બાળીને નાશ થતો રોકવો અને પર્યાવરણ માટેની યોગ્ય કાર્ય પદ્ધતિ કે નીતિ અપનાવવી એ આજના સમયની તાતી જરૂરિયાત છે. આમ ટેકનોલોજીની આધુનિકતાની સાથે સાથે આવા અવશેષોનો જમીનની ગુણવત્તા સુધારવા, પાકની ઉત્પાદકતા વધારવા, પ્રદૂષણ ઘટાડવા અને કૃષિની સ્થિરતા અને સ્થિતિસ્થાપકતા વધારવા માટે ઉપયોગ કરી શકાય એમ છે.
રિસોર્સ સંરક્ષક ટેકનોલોજીના અનેક ઉદાહરણો છે જેવા કે લેસરની મદદથી ચોકસાઈપૂર્વક જમીન સ્તરીકરણ, શૂન્ય ખેડાણા (ખેડાણમાં ઘટાડો), બીજની ફીલિંગથી સીધી વાવણી, ગાદી કયારામાં વાવેતર, પાકમાં વિવિધતા (બદલાવ), ક્યારાઓમાં વાવેતર અને પાક ફેરબદલીમાં નવીનતમ ફેરફારો સાથે અવશેષોનું વ્યવસ્થિત આયોજન જેમ કે અવશેષોનો જમીન પર રક્ષણાત્મક સ્તર તરીકે ઉપયોગ કરવો જેથી ખાતરોનો ખર્ચ ઘટાડી, નીંદરમાં ઘટાડો, કૃષિ ઉત્પાદનમાં વધારો કરી અને ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જન ઘટાડી શકાય છે. ખાસ કરીને વધુ પડતી જીવાતના નિયંત્રણ માટે સંકલિત જીવાત વ્યવસ્થાપન (IPM) અને નીંદરની સમસ્યાઓમાં સંકલિત નીંદણ વ્યવસ્થાપન (IWM) દ્વારા નીંદણ નિયંત્રણ એ સંરક્ષક ખેતીના મહત્ત્વપૂર્ણ ઘટકો છે.
પિયત માટેની નવીન કાર્યક્ષમ ટેકનોલોજી, સુકારા પ્રતિકારક બીજ, પાક સંરક્ષણ માટે નવા ઉત્પાદનો અને પાણીના કાર્યક્ષમ ઉપયોગ માટે ટપક પિયત અને ફુવારા પિયત જેવી સિંચાઈની ઉત્તમ પદ્ધતિઓ આજે ઉપલબ્ધ છે. બીજની સંકર જાતો કે જે ભેજનો વધુ કાર્યક્ષમ ઉપયોગ કરી શકે અને નીંદરાનાશક રસાયણોનો ઉપયોગ ખેડની જરૂરિયાતને ઓછી કરી જમીનની પાણી શોષવાની ક્ષમતાને સુધારે છે તથા જમીનને વહી જતા પાણી અને ધોવાણ સામે રક્ષણ પુરૂ પાડે છે. આનુવંશિક રીતે સુધારેલી જીતો પણ પાકની વૃદ્ધિ પર અસર કરતાં આબોહવાના તણાવ સામે લડવામાં મદદ કરે છે. બનાવટી એટલે કે નકલી ઉત્પાદનો ઉપર અંકુશ રાખવાની અને રોકવાની ફરજો એ પણ કૃષિને સ્વચ્છ રાખવા માટે એક મહત્ત્વની બાબત છે.
જાહેર ક્ષેત્રની સંસ્થાઓ પણ સૂકા જમીન વિસ્તારો પાકની ઉત્પાદકતા વધારવા માટે કેટલીક ટેકનોલોજી જેવી કે પાણીનો સંગ્રહ, કુદરતી સંસાધનોની સંરક્ષણ ટેકનોલોજી, સંકલિત પાણી અને પોષણ વ્યવસ્થાપન, સૂક્ષ્મ સિંચાઈ સંકલિત ખેતી, એગ્રો ફોરેસ્ટ્રી, કાર્યક્ષમ પાક વ્યવસ્થા વગેરેનો ઉપયોગ કરે તો દેશના ખેતી ઉત્પાદનમાં વધારો થવા પામે અને વસ્તીના વધારાની સાથે અન્ન (પોષણ)ની સલામતી પૂરી પાડી શકાય.
પશુપાલન ક્ષેત્રે પણ સ્વચ્છતા અતિ જરૂરી છે. સ્વચ્છ દૂધ ઉત્પાદન ઉપર સરકારશ્રી દ્વારા ખાસ ભાર મૂકવામાં આવેલ છે. દૂધની ડેરીઓ પણ સ્વચ્છતાનું પાલન કરે છે. પશુપાલકો પણ દૂધ દોહવાથી માંડી ડેરી સુધી દૂધ પહોંચતું કરવાના દરેક તબક્કે સ્વચ્છતા રાખે તે ખાસ જરૂરી છે.
આ જે કંઈ બની રહ્યું છે તે પરથી એટલું સ્પષ્ટ થાય છે કે આપણે ખેડૂત સમુદાય સમક્ષ આવતા પડકારો ઉકેલવાસામનો કરવા માટે સાફલ્યવાદી અભિગમ અપનાવવાની જરૂર છે. ખેડૂત સમુદાયોએ તેમની જમીન, નીંદણ અને જીવાતની સમસ્યાઓને સંકલિત રીતે ઉકેલવા માટે તૈયારી બતાવવી જરૂરી છે. આમ ખેડૂત સમુદાયોમાં સ્વચ્છ ખેતી વિષે જાગૃતત્તા લાવવી અને ખેત પેદાશોનો યોગ્ય ઉપયોગ કરી તેમાંથી મહત્તમ ફાયદાઓ મેળવવા એ આજના સમયની એક માંગ છે.
આમ કૃષિમાં “સ્વચ્છ ભારત અભિયાન” માટે જાહેર અને ખાનગી ક્ષેત્રએ સાથે મળીને કામ કરવું જરૂરી છે. તેથી જ મહાત્મા ગાંધીજીએ યોગ્ય જ કહ્યું છે કે “માનવજાત માટે જમીનનું જતન કરો. જો જમીનનું કરવામાં નહિ આવે તો તેના વિપરીત પરિણામો આપણે ભોગવવા પડશે.”

0 Comments:

Post a Comment