આપણે જાણીએ છીએ કે ખેતીમાં બીજનું કેટલું મહન્વ છે. ખેતી ઉત્પાદનનાં મોટા આધાર બીજની ગુણવતા ઉપર છે આપણે ત્યાં ખેડતો પરંપરાગત રીતે પસંદગીની પધ્ધતિથી બિયારણની સાચવણી અને બીજા વર્ષે તેનાં ઉપયોગ કરે છે. તેનાથી વર્ષો વર્ષે તેની ઉત્પાદન ક્ષમતા ઓછી થતી જાય છે. પરિણામે ખેડુતને પુરતું ઉત્પાદન મળતુ નથી. તેથી અહી આપણે સાચી સમજ કેળવીને વૈજ્ઞાનિક પધ્ધતિથી સ્થાનિક રીતે બીજ ઉત્પાદન કેવી રીતે કરી શકીએ તેના માર્ગદર્શન પગથિયા જણાવેલ છે.
આપણાં વિસ્તારના ગામડાઓની ખેતી પણ પ્રગતિ અને વિકાસનું સીમાચિહન છે ત્યારે જેતે વિસ્તારમાં આવેલ સ્થાનિક વિકાસલક્ષી સંસ્થાઓ, સ્વંયએવી સંસ્થાઓ , સ્વસહાય જુથોના ફેડરેશન,વિવિધ ખેતી લક્ષી સહકારી મંડળીઓ મકાઈ બિજ ઉત્પાદન કાર્યને ખુબજ સારી રીતે એ ક કાર્યક્રમનું સ્વરૂપ આપીને ખેડુતોના બીજ સ્વવલંબન માં મહત્વની ભુમિકા ભજવી શકે છે તેથી ચાલો અહી આપણું મકાઈ બીજ ઉત્પાદન કાર્યક્રમ અમલીકરણ અંગેના માર્ગદર્શક તગથિયાની સ્પષ્ટ સમજ કેળવીએ
ગામ અને એકર વિસ્તાર નકકી કરવુ.
મકાઈ બીજ ઉત્પાદન કાર્યક્રમના માર્ગદર્શક પગથિયા
સંસ્થાનંુ રજીસ્ટ્રેશન કરાવવંું
બીજ પ્રમાણન એજન્સીને અરજી કરવી.
બીજ ઉત્પાદન કરનાર ખેડુતોની યાદી બનાવવી.
નિયત માપ મુજબના પ્લોટ નકકી કરવા.
આઈસોલેશન અંતર જાળવવું
બીજ પ્રમાણન એજન્સીમાં પ્લોટનંુ રજિસ્ટ્રેશન કરાવવંુ.
સીડ ઈન્સ્પેકટરની બીજ ઉત્પાદન પ્લોટ પર મુલાકાત કરાવવી.
બીજ ઉત્પાદન પ્લોટમાં રોગીગ કરાવવંુ
ખાતર,પાણી,દવાની માવજત કરાવવી
સીડ ઈન્સ્પેકટરની બીજ ઉત્પાદન પ્લોટ પર મુલાકાત કરાવવી.
સમયસર પાકની કાપણી કરાવવી,દાણાં છુટાં પડાવવા.
દાણાનું ગ્રેડીગ કરવું અને કોથળા તૈયાર ભરવાં
સીડ ઈન્સ્પેકટરની મુલાકાત ધ્વારા બીજ નું સેમ્પલ લેવડાવવું
સીડ ઈન્સ્પેકટની મુલાકાત ધ્વારા બીજનંુ સેમ્પલ લેવડાવવું
બીજના સેમ્પલ ચકાસણીનાં રીપોર્ટ મેળવવો.
બીજનું પ્રોસેસીગ કરી ગ્રેડીગ કરવું
નિયત ધારા ધોરણ મુજબની થેલીઓ બનાવવી.
નિયત ધારા ધોરણ મુજબ બીજનું થેલીમાં પેકીંગ કરવું
તૈયાર થયેલ બીજના યોગ્ય રીતે સંગ્રહ કરવો.
વેચાણ માટેના જથ્થાનં વર્ગીકરણ કરવંુ
નિયત ભાવે સારા બિયારણનું વેચાણ કરવું
ખેડુતો તે તેમના બીજ ઉત્પાદન મુજબ નાણાંની વહેંચણી કરવી.
બીજ ઉત્પાદન કાર્યક્રમ અંગેના હિસાબો રજુ કરવા
0 Comments:
Post a Comment