Tuesday, 10 March 2020

બાજરી

નાળુ બાજરી માટે કઈ જાતનું વાવેતર કરવું ?
જવાબ : ઉનાળુ બાજરી માટે જીએચબી-૫૫૮, ૫૨૬,૫૩૮, વગેરે જાતો વાવી શકાય. તેના સર્ટિફાઈડ બિયારણનો વાવણી માટે ઉપયોગ કરવો.

બાજરીમાં યુરિયા ખાતર કઇ રીતે આપવું ?

જવાબ : બાજરીના પાકમાં યુરિયા રૂપે ૪૦ કિ.ગ્રા.નાઈટ્રોજન પાકની પારવણી અને નીંદામણ થયા બાદ ૨૦ થી ૨૫ દિવસે અને ૨૦ કિ.ગ્રા. નાઈટ્રોજન પાકની નિંઘલ અવસ્થાએ જમીનમાં પુરતો ભેજ હોય ત્યારે આપવું.

બાજરીના પાક માટે નીંદણનાશક કઈ દવા આપવી ?

જવાબ : બાજરીના પાકમાં એટ્રાઝિન હેક્ટરદીઠ ૦.૫૦ કિ.ગ્રા. પ્રમાણે પ્રિઈમરજન્સ છંટકાવ કરવો.

બાજરીમાં ડાઉની મીલ્ડ્યુંનું નિયંત્રણ જણાવો. ?

જવાબ : (૧) રોગપ્રતિકારક શક્તિ ધરાવતી જાતોનો વાવેતર માટે ઉપયોગ કરવો (૨) બિયારણને રીડોમીલ એમઝેડ ૭૨ દવા ૮ગ્રામ/કિ.ગ્રા. પ્રમાણે પટ આપી વાવેતર કરવું. (૩) પાકની ફેરબદલી કરવી. (૪) બીજ ઉત્પાદન માટેના પ્લોટમાં/રોગ જણાય ત્યારે મેટાલેક્ષિલ એમઝેડ ૭૨ દવા ૨/ગ્રામ/લિટર પાણીમાં મિશ્ર કરી વાવેતર બાદ ૨૦ અને ૩૫ દિવસે છંટકાવ કરવો.

બાજરી ઉભી સુકાય છે શું કરવું ?

જવાબ : આ માટે બાજરીની રોગપ્રતિકારક જાતોનું વાવેતર કરવું. બિયારણને રીડોમીલ એમઝેડ-૭૨ દવા ૮ ગ્રામ/કિ.ગ્રા. પ્રમાણે દવાનો પટ આપી વાવેતર કરવું. રોગ અટકાવવા માટે ફૂલ અને ડૂંડી અવસ્થાએ ઝાયરમ-૦.૨ ટકાની ફૂગનાશક દવાનો છંટકાવ કરવો જો રોગ સિવાય અન્ય કોઈ કારણ હોય તેમ જણાય તો છોડનો નમૂનો માટી સહિત કોથળીમાં લાવી પ્રાધ્યાપક અને વડાશ્રી, વનસ્પતિ રોગશાસ્ત્ર વિભાગ, બં.અ.કૃષિ મહાવિદ્યાલય, આકૃયુ.,આણંદ-૩૮૮૧૧૦ (ફોન: ૦૨૬૯૨-૨૬૨૪૩૫) નો સંપર્ક સાધવો.

બાજરીમાં ઈયળના નિયંત્રણ માટે કયા પગલા લેવા ?

જવાબ : (૧) બાજરીમાં ગાભમારાની ઈયળનો ઉપદ્રવ જોવા મળે છે જેના સંકલિત નિયંત્રણ માટે અગાઉના પાકનાં જડીયાંનો નાશ કરવો. (૨) ઉભા પાકમાં ઈયળથી નુકશાન પામેલા છોડ ઈયળ સાથે ઉપાડી લઈ નાશ કરવો. (૩) પાકના ઉગાવા બાદ ૨૦ અને ૪૦ દિવસે એમ બે વખત મિથાઈલ-ઓ-ડીમેટોન ૨૫ ઈસી ૧૦ મિ.લિ. અથવા સાયપરમેથ્રીન ૧૦ ઈસી ૧૦ મિ.લિ. દવા ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. (૪) બાજરામાં ડૂંડા અવસ્થાએ ઈયળોનું નુકસાન જોવા મળે તો બાજરાની નીંઘલ અવસ્થા પહેલાં ૬ ફેરોમોન ટ્રેપ/હેક્ટર ગોઠવી આકર્ષાયેલા નરફૂદાંનો નાશ કરવો.

Related Posts:

  • ૭/૧ર પત્રકમાં કઇ માહિતી સમાયેલી હોય છે ૭/૧ર એટલે કે રેકર્ડ માટે નકકી કરેલા કુલ ૧૮ પત્રકો પૈકી પત્રક નં. ૭ અને પત્રક નં. ૧ર એમ બે પત્રકોને સંકલિત કરીને બનાવવામાં આવેલ એક પત્રક તેને ૭/૧ર કહે છે. પત્રક નં. ૭ માં માલિકી ક્ષેત્રફળ વિ. ની માહિતીની સાથે સાથે સદરહુ જમીનમ… Read More
  • ગુજરાતની ખનીજ સંપતિ ચિનાઈ માટી: સાબરકાંઠા જીલ્લામાં એકલારા અને અરસોદીયા; અરસોદીયા ભારતમાં ચિનાઈ માટીનું સૌથી મોટું ક્ષેત્ર છે. મહેસાણા જીલ્લામાં કોટ અને વીરપુર; ખેડા, સુરત, ભાવનગર, મોરબી, કચ્છ, જામનગર અને સુરેન્દ્રનગર જીલ્લો. ફાયર ક્લે … Read More
  • સોયાબીન સોયાબીનની જાત વિષે માહિતી આપો. જવાબ : સોયાબીનની સારી જાત એન.આર.સી.-૩૭(અહલ્યા-૪) છે. સોયાબીનની માહિતી માટે કૃષિ સંશોધન કેન્દ્ર અથવા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, મુવાલીયા ફાર્મ ,દાહોદ પિન-૩૮૯૧૫૧ (ફોન: ૦૨૬૭૩-૨૪૫૬૪૯/૨૨૦૪૨૩) ખ… Read More
  • દિવેલા દિવેલાનું બિયારણ ક્યાંથી મળે? દિવેલાનું બિયારણ ગુજરાત રાજ્ય બીજ નિગમની કચેરીઓ ખાતેથી તેમજ 'અનુભવ સીડ્સ' બ્રાન્ડ નામે સંશોધન વૈજ્ઞાનિકશ્રી, વિભાગીય સંશોધન કેન્દ્ર, આકૃયુ, આણંદ (ફોન: ૦૨૬૯૨-૨૦૬૩૨૯) ખાતે સંપર્ક કરવો. દિવેલાની… Read More
  • મગફળી ચોમાસા ઋતુમાં મગફળીની કઈ જાતોની પસંદગી કરી શકાય ? ચોમાસા ઋતુમાં સમયસર વરસાદ થાય એટલે ૧પ મી જૂનથી ૩૦ સુધીમાં વાવણી લાયક વરસાદ થાય તો વેલડી  મગફળીની જાતો જેવી કે જીએયુ-૧૦, જીજી-૧૧ અને જીજી-૧૩  જાતો વાવી શ… Read More

0 Comments:

Post a Comment