Tuesday, 10 March 2020

ઘઉં

ઓછા પિયતે પાકતી ઘઉંની જાત કઈ છે.?

ઓછા પાણીએ થતી બિનપિયત વિસ્તાર માટે ઘઉંની ભલામણ જાતો જીડબલ્યુ-૧ અને જીડબલ્યુ-૨ છે.

ઘઉંમાં નીંદામણ માટે કઈ કઈ દવા વાપરવી.

ઘઉંના પાકમાં નીંદામણ માટે પ્રિઈમરજન્સ તરીકે પેન્ડીમીથાલીન દવા ૦.૫૦-૧.૦ કિ.ગ્રા./હે. મુજબ આપવી અને વાવણી બાદ ૩૦ થી ૩૫ દિવસે હાથ નીંદામણ કરવું અથવા પોસ્ટ ઈમરજન્સ તરીકે ૨,૪ ડી સોડીયમ સોલ્ટ દવા ૦.૯૬ કિ.ગ્રા. /હે. વાવણી બાદ ૩૦ થી ૩૫ દિવસે તથા બે હાથ નીંદામણ કરવા.

ઘઉંમાં દાણા ભરાતા નથી તેનો ઉપાય જણાવો.

(૧) ભલામણ કરેલ રાસાયણિક ખાતરનો ઉપયોગ પ્રમાણસર યોગ્ય સમયે અને યોગ્ય પધ્ધતિ વડે કરવો. (૨) પાકને કટોકટીની અવસ્થા પ્રમાણે અચૂક પિયત આપવું (૩) ઊધઈનો ઉપદ્રવ હોય તો ઉભા પાકમાં ક્લોરપાયરીફોસ ૨૦ ઈસી ૧.૫ લિટર દવા ૫ લિટર પાણીમાં મિશ્ર કરી ૧૦૦ કિ.ગ્રા. રેતી સાથે ભેળવી એક હેક્ટર વિસ્તારમાં/પૂંખીને હળવું પિયત આપવું. (૪) યોગ્ય સમયે નીંદામણ કરવું (૫) જમીનનું રાસાયણિક પૃથ્થકરણ કરાવી સૂક્ષ્મ તત્વોની ઉણપ હોય તો તે ઉમેરવા (૬) સેન્દ્રિય ખાતરો નાખવા

ઘઉમાં કેટલા પિયત સુધી ખાતર નાખવુ?


ઘઉમાં પીળીયા રોગનુ નિયંત્રણ ?

(૧) ગેરૂ પ્રતિકારક જાત જેવી કે જીડબલ્યુ-૪૯૬,૩૨૨,૨૭૩,૧૭૩,૧૧૧,૩૯૩ નું વાવેતર કરવું (૨) રોગ દેખાય કે તરત મેન્કોઝેબ ૨૫ ગ્રામ/૧૦ લિટર પાણીમાં ભેળવી ૧૨ થી ૧૫ દિવસના ગાળે ત્રણ છંટકાવ કરવા.

ઘઉંના માર્કેટમાં ભાવ ઓછા મળે છે ?

ઘઉંની કાપણી બાદ ચારણા વડે ચાળી ગ્રેડિંગ કરી પેકિંગ કરવામાં આવે તો ભાવ વધુ મળે. ભાવમાં માંગ અને પુરવઠા મુજબ વધઘટ થતી હોય છે.

ઘઉમાં સબસીડી યોજના વિષે જણાવો

ઘઉમાં સબસીડી યોજના વિષયક માહિતી માટે ગ્રામસેવક અથવા વિસ્તરણ અધિકારીશ્રીનો સંપર્ક સાધવો.

0 Comments:

Post a Comment