Friday, 20 March 2020

ફળ પરિરક્ષણ

ફળ અને શાકભાજી પરિરક્ષણ એટલે શું?

ફળ અને શાકભાજી તેના મુળ સ્વરૂપે અથવા તેની જુદી જુદી બનાવટો બનાવીને, જુદા જુદા પરિક્ષકોનો ઉપયોગ કરી ,પરિરક્ષણની જુદી-જુદી પધ્ધતિઓ દ્વારા લાંબા સમય સુધી સંગ્રહ કરવાની પધ્ધતિને ફળ અને શાકભાજીનું પરિરક્ષણ કહેવામાં આવે છે.

ફળ અને શાકભાજીના બગાડ થવાના કારણો જણાવો.

ફળ અને શાકભાજીનો જીવિત કોષોથી ભરપૂર હોય છે. જેના કારણે ફળ અને શાકભાજી પાકોમાં આંતરીક રીતે ઉપલબ્ધ એન્ઝાઈમસ મારફત કોષોમાં જૈવ રસાયણિક પ્રક્રિયા સતત ચાલતી રહે છે,તે ઉપરાંત ફુગ બેક્ટેરિયા જેવા સૂક્ષ્મ જીવાણુંના  કારણે ફળ અને શાકભાજીના પોષક તત્વનું સતત વિઘટન થતાં ભૌતિક અને રસાયણિક પરિવર્તનની બગાડ થાય છે.

ફળ અને શાકભાજી પરિરક્ષણમાટે વપરાતા જુદા જુદા પરિરક્ષકો જણાવો.

ફળ અને શાકભાજી પરિરક્ષણ માટે નીચે મુજબના પરિરક્ષકોનો ઉપયોગ કરવામાં આવે છે.
(૧) સાઈટ્રીક   એસિડ (૨) પોટેશિયમ મેટા બાયસલ્ફાઈટ (૩) એસેટિક એસિડ (૪) સોડિયમ બેન્જોએટ (૫) ખાંડ (૬) મીઠું

ફળ અને શાકભાજીની ડબ્બાબંધી એટલે શું?

ડબ્બાબંધી એ ફળ અને શાકભાજીના પરિરક્ષણની પ્રક્રિયા છે. જેમાં ડબ્બા બંધ કરતા  પહેલા  તેમજ ડબ્બા બંધ કાર્ય બાદ ગરમી આપવામાં આવે છે જેથી તેમાં સુક્ષ્મજીવાણુઓનો ઉપદ્રવ થઇ શકતો નથી તેમજ બહારના સૂક્ષ્મ જીવાણુઓ તેમાં પ્રવેશી શકતા નથી.

જામ તૈયાર થયો કે નહિ તે જાણવાની પદ્ધતિઓ જણાવો.


  • વજન દ્વારા : વપરાયેલ ખાંડ કર્તા જમણું વજન દોઢ ગણું થવું જોઈએ.
  • ઉષ્ણતાપમાન દ્વારા : દરિયાની સપાટીએ જામ માટે ૨૨૨.૫ ° ફે.ઉષ્ણતામાન જરૂરી છે.
  • રીફ્રેકટ્રોમીટર દ્વારા : જયારે ૬૮.૫ ટકા ટી.એસ.એસ.(બ્રિકસ)  નું પ્રમાણ બતાવે ત્યારે જામ તૈયાર થઇ જાય છે.

0 Comments:

Post a Comment