Friday, 13 March 2020

કૃષિ તજજ્ઞતા માહિતી કેન્દ્ર (એટિક)

કૃષિ શિક્ષણ, સંશોધન અને વિસ્તરણ શિક્ષણ પ્રવૃત્તિઓના સંકલન દ્વારા રાજ્યનું કૃષિ ઉત્પાદન વધારવાના તેમજ વિશેષ કરીને દ્વારા રાજ્યની ગ્રામિણ પ્રજાની આર્થિક સ્થિતિ સુધારવાના મુખ્ય ઉદ્દેશ સાથે પહેલી એપ્રિલ - ૨૦૦૪થી સરદારકૃષિનગર, આણંદ, જૂનાગઢ અને નવસારી કૃષિ યુનિવર્સિટી  અસ્તિત્વમાં આવી. આ વિશાળ ધ્યેયને તેમજ રાજ્યની જે તે વિસ્તારની કૃષિ અને તેના સંલગ્ન ક્ષેત્રોના વિકાસ માટેની પ્રવૃત્તિઓ આ કૃષિ યુનિવસિટીઓ દ્વારા હાથ ધરવામાં આવે છે.
કુષિ સંશોધનની કામગીરી મુદત્વે જુદા જુદા પાકો આધારિત કરવામાં આવે છે. આ યુનિવર્સિટીમાં સમાવિષ્ટ ક્ષેત્રના અગત્યના પાકોની સંશોધન  કામગીરી માટે મુખ્ય સંશોધન કેન્દ્રો અને પેટા સંશોધન કેન્દ્રા કાર્યરત છે.
જુદા જુદા જીલ્લાઓની ખેતીની જરૂરિયાતોને ધ્યાને લઈને પાકોની નવી સુધારેલી જાતો શોધી તેને અનુરૂપ ઉત્પાદન તાંત્રિકોઓ, રોગ-જીવાતની નિયંત્રણ પદ્ધતિઓ તેમજ પ્રાકીતિક સંપદાના યોગ્ય વ્યવસ્થાપન  દ્વારા કૃષિ ઉત્પાદન ઊંચુ લાવવાના પ્રયત્નો કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા અવિરત ચાલુ છે.
આ કેન્દ્રો પર ખેડૂતોની જરૂરિયાત અને મૂંઝવતા પ્રશ્નોને અનુરૂપ સંશોધનને લગતા અખતરા હાથ ધરવામાં આવે છે અને દર વર્ષે પરિણામલક્ષી ખેડૂત ઉપયોગી સંશોધન ભલામણો બહાર પાડવામાં આવે છે. ગુજરાતની કૃષિ યુનિવસિટીઓએ તેની વિશેષ પ્રગતિને લીધે દેશની અગ્રિમ હરોળની કૃષિ યુનિવર્સિટીઓમાં સ્થાન મેળવેલ છે.
ભારતીય કૃષિ અનુસંધાન પરિષદની સહાયથી ગુજરાત રાજ્યમાં કુલ ચાર કુષિ તજજ્ઞતા માહિતી કેન્દ્રો કૃષિ યુનિવર્સિટીઓમાં કાર્યરત છે. આજના  માહિતી યુગમાં નવી તજજ્ઞતાઓ ખેડૂતો સુધી ખૂબ જ ઝડપી પ્રસરે અને ખેડૂતો આ નવીન તજજ્ઞતાઓ એક જગ્યાએથી મેળવી ઓછા ખર્ચે અપનાવી સારી ગુણવત્તાવાળુ વધુ ઉત્પાદન મેળવી શકે છે. આ કૃષિ તજજ્ઞતા કેન્દ્રની પ્રવૃ ત્તિઓથી ખેડૂતોએ સમજ મેળવીને તેમનું ખેતઉત્પાદન બે થી અઢીગણુ વધારીને વધારે આવક મેળવી તેમનુ જીવન ધોરણ સુધાર્યું છે. કૃષિ તજજ્ઞતા માહિતી કેન્દ્રો તમામ જીલ્લાઓ માટે અને  કેન્દ્રોની આજુબાજુના ખેડૂતો માટે આશીવદિ રૂપ અને યાત્રાધામ છે અને ખેડૂતોની કોઈપણ સમસ્યાઓનો ઉકેલ મેળવી સમાધાન અને સંતોષ મેળવવા માટેના કેન્દ્રો છે.

કૃષિ તજજ્ઞતા માહિતી કેન્દ્રોના મુખ્ય ઉદ્દેશો :

  1. ખેડૂતોને યુનિવર્સિટીની ઉપલબ્ધ સેવાઓ જેવી કે કૃષિ તજજ્ઞતા, કૃષિ માહિતી અને ઉત્પાદિત વિવિધ પાકોનું બિયારણ એક જ જગ્યાએથી પૂરા પાડવા.
  2. કૃષિ બાગાયત, પશુપાલન, ગૃહવિજ્ઞાન, કૃષિ ઈજનેર અને સંલગ્ન ક્ષેત્રોમાં માર્ગદર્શન અને મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ પુરૂ પાડવું.
  3. કૃષિ પશુપાલન અને સંલગ્ન વિષયોને અનુરૂપ સાહિત્યનું પ્રકાશન કરી તજજ્ઞતાઓનો ફેલાવો કરવો.
  4. કૃષિ વિષયક તજજ્ઞતાઓ વિષેનો અભિગમ ખેડૂતો પાસેથી જાણવો અને કૃષિ વૈજ્ઞાનિકોને પહોંચાડવો.
આમ કુંષિ તજશ્ઞતા માહિતી કેન્દ્ર (એટિક) ખાતેથી ખેડૂતો કૃષિ, પશુપાલન, ગૃહવિજ્ઞાન અને સંલગ્ન વિષયોને લગતુ વૈજ્ઞાનિક જ્ઞાન, મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ અને યુનિવર્સિટી પાસે ઉપલબ્ધ બિયારણ/ રોપાઓ એક્જ જગ્યાએથી અને સરળતાથી મેળવી શકે છે. આ ઉપરાંત કૃષિ તજશતા કેન્દ્રો વિના  મૂલ્યે કૃષિ વિષયક માહિતી તથા સાહિત્યની વહેચણી કરે છે.
આ કેન્દ્ર યુનિવર્સિટીના નવિન સંશોધિત પરિણામો તેમજ નવી કૃષિ તજજ્ઞતાઓ વિસ્તરણ કાર્યકરો અને ખેડૂતો સુધી પહોંચાડવા માટે વિવિધ વિસ્તરણ કેન્દ્રોના સહયોગથી વિવિધ પ્રકારની તાલીમનું આયોજન કરે છે. ખેતીની તજજ્ઞતાઓ ખેડૂતોને વિસ્તરણ કાર્યકરો સુધી પહોંચાડવા વિવિધ વિસ્તરણ  પ્રવૃત્તિઓનું પણ આયોજન કરે છે.
અમોને આશા છે કે ખેડૂતમિત્રો, ખેડૂત મહિલાઓ, ખેડૂત યુવાનો આપણા રાજયના કૃષિ તજશ્ઞતા કેન્દ્રોના મહત્તમ લાભ લઈ અને તેમનું જીવન ધોરણ  સુધારી અને પોતાનો આર્થિક અને સામાજીક વિકાસ કરશે જ. કૃષિ તજજ્ઞતા કેન્દ્રોની વધુ માહિતી માટે રાજ્યની ચાર કૃષિ યુનિવસિટીઓના એટીક  કેન્દ્રોના પ્રોજેકટ મેનેજરશ્રીઓનો સંપક સાધવાથી વધુ માહિતી મેળવી શકાશે.
  • ટૂંકમાં કૃષિ તજજ્ઞતા માહિતી કેન્દ્ર એટલે તાંત્રિક માર્ગદર્શન, રૌપા-બિયારણ અને કૃષિ સાહિત્યનો એક જ સ્થળે મેળવવાનો ત્રિવેણી સંગમ.
આખાય દેશમાં કૃષિ અંગેનું સંશોધન કાર્ય કરવા સારૂં વિવિધ કૃષિ વિશ્વવિધાલયો તેમજ કેન્દ્રો કાર્યરત છે. આ કેન્દ્રો દ્વારા સંશોધિત નવી તજજ્ઞતાઓ  ખડૂતો સુધી પહોંચાડવામાં અંગે જે વ્યવસ્થા આપણા દેશમાં ગોઠવાયેલ છે તેમાં અગ્રક્રમે કૃષિ તજજ્ઞતા માહિતી કેન્દ્રો છે.

0 Comments:

Post a Comment