Thursday, 12 March 2020

હવામાન વિશે  માહિતી 

હવામાન વાતાવરણની એવી અવસ્થા છે કે જે ઠંડી કે ગરમ, ભીની કે સૂકી, શાંત કે તોફાની, સ્પષ્ટ કે વાદળછાયી હોઈ શકે  હવામાનને લગતા મોટા ભાગના બનાવ સ્ટ્રેટોસ્ફિયર (સમોશ્નતાવરણ)ની નીચેના ટ્રોપોસ્ફિયર (સમતાપ મંડળ)માં  બનતા હોય છે. હવામાનનો સામાન્ય અર્થ રોજબરોજનુ તાપમાન કે વરસાદની પ્રવૃત્તિ એવો થાય, જ્યારે આબોહવા (ક્લાઇમેટ) લાંબા ગાળાની વાતાવરણને લગતી પરિસ્થિતિઓની સરેરાશ દર્શાવવા માટે વપરાતી સંજ્ઞા છે  થોડાક ફેરફારો સહિત ઉપયોગમાં લેવાતા, "હવામાન" સમગ્ર પૃથ્વીના હવામાન તરીકે સમજવામાં આવે છે.
એક અને બીજા સ્થળ વચ્ચેના (તાપમાન અને ભેજ) ઘનતાના તફાવતને કારણે ઉદભવે છે. આ તફાવત અમુક સ્થાને સૂર્યના અયનવૃત્તના અક્ષાંશ પ્રમાણે બદલાતા દ્રષ્ટિકોણના કારણે સર્જાય છે. ધ્રુવીય અને અયનવૃત્તિય પ્રદેશોના તાપમાનના વિરોધાભાસને કારણે જેટ સ્ટ્રીમ ઉદભવે છે. મધ્ય-અક્ષાંશનુ હવામાન તંત્ર, જેવાકે ઉષ્ણકટીબંધીય ચક્રવાતો, જેટ સ્ટ્રીમના પ્રવાહના અસ્થાયીપણાને કારણે સર્જાય છે. પૃથ્વીની ધરી તેની ભ્રમણ કક્ષા તરફ નમેલી હોવાના કારણે સૂર્યપ્રકાશ વર્ષના જુદા જુદા સમયે ભિન્ન-ભિન્ન કોણથી આપાત થાય છે. પૃથ્વીની સપાટી પર તાપમાન સામાન્ય રીતે વાર્ષિક ± 40°C (100 °F થી -40 °F) ના ગાળામાં રહે છે. હજારો વર્ષપર્યંત, પૃથ્વીની ભ્રમણકક્ષામાં થતા ફેરફાર તેને દ્વારા ગ્રહણ કરવામાં આવતી સૌર ઊર્જાના પ્રમાણ તેમજ તેની વહેંચણી પર અસર કરે છે અને લાંબા ગાળે આબોહવાને પ્રભાવિત કરે છે.
સપાટી પરના તાપમાનના તફાવતને કારણે દબાણમાં ફેરફાર થાય છે. દબાણ સર્જિત ગરમીના તફાવતને કારણે ઊંચાઈ પર આવેલ સ્થળો નીચાણવાળા સ્થળો કરતા વધુ ઠંડા હોય છે. હવામાનની આગાહીએ વિજ્ઞાન તેમજ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ચોક્કસ સમયે નિર્ધારિત સ્થળ પરની વાતાવરણની પરિસ્થિતિઓ અંગે અનુમાન કરવાની પ્રક્રિયાને કહે છે. વાતાવરણ અવ્યવસ્થિત તંત્ર છે, જેથી તંત્રના કોઈ એક ભાગમાં થતા નાના એવા ફેરફાર પણ સમગ્ર તંત્ર પર ખૂબ મોટી અસર કરી શકે છે. માનવ ઇતિહાસમાં હવામાન પર અંકુશ મેળવવા માનવ દ્વારા સદંતર પ્રયત્નો થયા હોય તેવું જાણવા મળે છે અને એવા પણ પુરાવા મળ્યા છે કે ખેતીવાડી કે ઉદ્યોગ જેવી માનવ પ્રવૃત્તિઓએ અજાણતા જ હવામાનના વાસ્તવિક સ્વરૂપને બદલી નાખ્યુ છે. અન્ય ગ્રહો પર હવામાનના વલણનો અભ્યાસ કરવાથી પૃથ્વી પર હવામાન કેવી રીતે સક્રિય છે તે જાણવામાં મદદ મળી છે. સૌરમંડળના વિખ્યાત સીમાચિન્હ, ગુરુના ગ્રેટ રેડ સ્પોટ એ, ૩૦૦ વર્ષથી અસ્તિત્વમાં હોય એવુ બિનચક્રવાતી તોફાન છે. જોકે, હવામાન અમુક ગ્રહો સુધી સીમિત નથી. તારાનું તેજોવલય સતત અંતરીક્ષમાં ખોરવાતું રહે છે જેથી સમગ્ર સૌરમંડળમાં ખુબ જ પાતળા એવા વાતાવરણનું સર્જન કરે છે. સૂર્યમાંથી ઉત્સર્જિત થતા દ્રવ્યની હિલચાલ સૌર પવન (સોલર વિન્ડ) કહેવાય છે.
હવામાનની આગાહીએ વિજ્ઞાન અને ટેકનોલોજીની એવી વ્યવસ્થા છે જેની મદદથી અમુક ચોક્કસ સ્થળ માટે ભવિષ્યના વાતાવરણની સ્થિતિ અંગેની આગાહી કરી શકાય છે. માનવજાતે હવામાનની આગાહી માટે એક હજાર વર્ષથી અનૌપચારિક રીતે, અને ઓછામાં ઓછી ઓગણીસમી સદીથી ઔપચારિક રીતે પ્રયાસો કર્યા છે.  હવામાન કેવું રચાશે જે જાણવા માટે હવામાની આગાહી હાલના વાતાવરણની સ્થિતિના વિશાળ ડેટા સંગ્રહ અને વાતવારણની પ્રક્રિયાઓની વિજ્ઞાનિક સમજના આધારે કરવામાં આવે છે
એક અને તમામ- માનવ પ્રયત્નો મોટાભાગે બેરોમેટ્રિક દબાણમાં થતા ફેરફાર, હાલનની હવામાનની સ્થિતિ, અને આકાશની સ્થિતિ આધારિત હોય છે આગાહીની રૂપરેખાઓ હવે ભવિષ્યની સ્થિતિઓ નક્કી કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. માણસે હજુ પણ શક્ય હોય એટલું શ્રેષ્ઠતમ આગાહી રૂપરેખાઓ તૈયાર કરવાની જરૂર છે જેથી આગાહી કરવામાં, પેટર્ન (નમૂના) સ્વીકૃતિની આવડત, ટેલિકનેક્શન, મોડેલની કાર્યદક્ષતાનું જ્ઞાન અને મોડેલની નિશ્ચિત માન્યતાઓનું જ્ઞાન સમાવી લેવાતું હોય. વાતાવરણને દર્શાવતા સૂત્રો, પ્રારંભિક સ્થિતિઓ માપવામાં સમાયેલી ક્ષતિઓ, અને વાતાવરણની પ્રક્રિયાઓની અપૂરતી ઉકેલવા માટે વાતવારણની અજારક પ્રકૃતિ, ખૂબ જ વધારે ગણતરી શક્તિ જરૂરી છે એટલે કે હાલના સમયમાં તફાવતના કારણે આગાહી વધુ અચોક્કસ થાય છે અને જે સમય માટે આગાહી થઈ રહી છે (આગાહીની મર્યાદા ) તે સમય વધે છે. તમામ દેખીતી માહિતી અને મોડેલની સર્વસામાન્ય સ્વીકૃતિના ઉપયોગથી ક્ષતિને ઓછી કરી શકાય છે અને પરિણામ વધુ સારુ મળી શકે છે
હવામાનની આગાહીનો ઉપયોગ કરતા લોકો અલગ અલગ પ્રકારના હોય છે. હવામાનની ચેતવણીઓ ખૂબ જ મહત્વપૂર્ણ આગાહીઓ છે કારણ કે તે જીવન અને સંપત્તિ બચાવવા માટે ઉપયોગમાં લેવાય છે  તાપમાન અને કરાવર્ષાના આધારે થતી હવામાનની આગાહી ખેતીવાડી માટે મહત્વપૂર્ણ છે,  અને આ રીતે સ્ટોક માર્કેટમાં કોમોડિટીના વેપારીઓ માટે પણ મહત્વપૂર્ણ છે. જીવન ઉપયોગી ચીજોની કંપનીઓ માટે પણ તાપમાનની આગાહી ભાવિ દિવસોમાં ઉભી થનાર માંગનો અંદાજ લગાવવા માટે મહત્વપૂર્ણ છે. રોજિંદા ધોરણે, લોકો હવામાનની આગાહીના આધારે નિર્ણય લેતા હોય છે કે તેમને દિવસ દરમિયાન કેવા વસ્ત્રો પહેરવા. ભારે વરસાદ, બરફ અને ઠંડા પવનના કારણે કેટલીક બહારની પ્રવૃત્તિઓ ઘટી જતી કે થંભી જતી હોવાથી, આ પ્રકારની ઘટનાઓના આધારે પ્રવૃત્તિઓના ભાવિ આયોજન માટે પણ આગાહી ઉપયોગી થઈ શકે છે, અને કોઈપણ પ્રવૃત્તિને બચાવી રાખવા માટે ભાવિ યોજના ઘડવામાં પણ મદદરૂપ થાય છે.

0 Comments:

Post a Comment