કેળના ખેતરમાં ઈલેક્ટ્ર્રીક લાઈનની નીચે આવેલા છોડના પાન સુકાઈને શરૂઆત થઈને આખો છોડ સુકાઈ જાય છે.
વધુ માહિતી માટે પ્રાધ્યાપક અને વડાશ્રી, બાગાયત વિભાગ,બં.અ.કૃષિ મહાવિદ્યાલય, આકૃયુ, આણંદ-૩૮૮૧૧૦(ફોન: ૦૨૬૯૨-૨૬૨૩૭૫/૨૯૦૨૫૦) ખાતે સંપર્ક સાધવો.
કેળ માટે ટિશ્યૂકલ્ચર રોપા ક્યાંથી મળશે?
કેળના ટિશ્યૂકલ્ચર રોપા મેળવવા માટે જી.એસ.એફ.સી.લિ, કૃષિ વિકાસ અને કૃષિ સેવા વિભાગ, ફર્ટીલાઈઝર ૩૯૧૭૫૦(ફોન: ૦૨૬૫-૩૦૯૨૬૫૩)નો સંપર્ક કરવો.
સૌરાષ્ટ્રમાં કેળના પાક કઈ જાત સારી છે?
કેળના પાક માટે આપણા રાજયમાંથી બહાર પાડવામાં આવેલ ગણદેવી સિલેકશન જાત સારી છે તે ગ્રાન્ડનેનના પરિણામ ખુબ સારા છે.
ધણી વખત કેળના ટીશ્યુ પીલાના ખાતર પાણીની સારામાં સારી માવજત કરવા છતાં પણ વધ થી નથી જેના નિવારણ માટે શું કરવું?
આમ થવાનું કારણ વિષાણુજન્ય રોગ જેવા કે બંચી ટોપ અથવા ચટાપટા (મોઝેકા ) રોગ હોઈ શકે. તેના નિયંત્રણ માટે રોગિષ્ટ છોડનો શરૂઆતમાં ઉપાડી નાશ કરવો અને ભલામણ મુજબ મોલોમશીના નિયંત્રણ માટે શોષણ પ્રકાશની દવાઓ છાંટવી.
ચોમાસામાં કેળના પાન ઉપર અસંખ્ય ત્રાકિયાં ટપકાંઓ પડે છે તેનું કારણ અને અટકાવવા માટે શા પગલા લેવા જોઈએ?
કેળમાં આવતો આ સીગાટોકાનો રોગ છે. તેનાં નિયંત્રણ માટે રોગ લાગેલ નીચેના રોગિષ્ટ પાન કાપી તેનો બાળીને નાશ કરવો. ત્યારબાદ પ્રોપીકોનાઝોલ (૧૦ મિ.લિ. / ૧૦ લિ.) દવામાં ૧ ચમચી સર્ફ પાવડર (પંપ દીઠ) મિશ્ર કરી તેનો કેળ પર વ્યવસ્થિત છંટકાવ કરવો.
કેળા ઉગ્યા પછી મરી જાય છે તેનું કારણ શું?
- કેળના નાના છોડ મરવાના ત્રણ કારણો હોઈ શકે છે.
- કંદનો સડો - કંદ સડવાથી છોડ મરી જાય છે.
- પનામાં બિલ્ટ - મૂળ મારફતે ફયુઝેરીયમ ફુગ દાખલ થઈ થડના, વચ્ચેના ભાગને નુકસાન કરે છે. જેથી પાન પીળા પડીને સૂકાઈ જાય છે.
- મોકો- આ રોગ જીવાણુંથી થાય છે. મરેલી કેળના થડને કાપીને જોતા પીળી ઝરણ ટીપાં રૂપે જોવા મળે છે. આના નિયંત્રણ માટે કંદને એમીએમસી / (ર ગ્રા. / લિ.) અથવા કાર્બેન્ડાઝીમ (૧ ગ્રા / લિ.) દ્રાવણમાં બોળીને રોપવા. અથવા ટ્રાયકોડર્માં (પ ગ્રામ / લિ.)ના દ્રાવણમાં પણ બોળી જૈવિક માવજત આપી શકાય છે. આ ઉપરાંત જમીનમાં રોપણી પહેલા ખાડામાં ટ્રાયકોડર્માં - પેસીલોમાયસીસ - શ્યુડોમોનાસ (પ૦ ગ્રા. / છોડ) આપવાથી સુકારો આવતો નથી. જો રોગ આવી ગયેલ હોય તો પનામા વીલ્ટ માટે કાર્બેન્ડાઝીમ (૧૦ ગ્રા. / લિ.)ને મોકો રોગ આવેલ હોય તો સ્ટ્રેપ્ટોસાયકલીન ૧૦૦ પીપીએમનું દ્રાવણ થડ ફરતે રીંગ કરીને જમીનમાં રેડવું.
કેળામાં કાચા કેળા પાકી જાય છે તેનું કારણ અને ઈલાજ જણાવશો?
કાચા કેળા પાકી જવાનું કારણ કેળમાં આવતો સીગાટોકા નામનો રોગ છે. આ રોગ આવેલ હોય તો તેના રોગિષ્ટ પાન કાપી તેનો બાળીને નાશ કરવો. ત્યારબાદ પ્રોપીકોનાઝોલ પ મિ.લિ. / ૧૦ લિ.) દવાના દ્રાવણમાં ૧ ચમચી સર્ફ પાઉડર (પંપ દીઠ) મિશ્ર કરી તેનો વ્યવસ્થિત છંટકાવ કરવો.
0 Comments:
Post a Comment