This is default featured slide 1 title
Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.
This is default featured slide 2 title
Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.
This is default featured slide 3 title
Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.
This is default featured slide 4 title
Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.
This is default featured slide 5 title
Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.
Friday, 20 March 2020
સરગવા
March 20, 2020
No comments
સરગવાની ખેતી પધ્ધતિ વિષે જણાવો.
સરગવાની ખેતી ૬ મીટર × ૬ મીટરના અંતરે અથવા ખેતરના શેઢા ઉપર ૬ મીટરના અંતરે તેના રોપા કે કટકાકલમ રોપા કરી શકાય છે. વાવણી બાદ જે તે જાત પ્રમાણે ૬ માસ બાદ શીંગો ચાલુ થાય છે. વર્ષ ઝાડ દીઠ ૪૦ થી ૬૦ કિ.ગ્રા. શીગોનું ઉત્પાદન મળે છે વધુ માહિતી માટે પ્રાધ્યાપક અને વડાશ્રી, બાગાયત વિભાગ,બં.અ.કૃષિ મહાવિદ્યાલય, આકૃયુ, આણંદ-૩૮૮૧૧૦(ફોન: ૦૨૬૯૨-૨૬૨૩૭૫/૨૯૦૨૫૦) ખાતે અથવા સંશોધન વૈજ્ઞાનિકશ્રી(શાકભાજી), મુખ્ય શાકભાજી સંશોધન કેન્દ્ર આકૃયુ, આણંદ-૩૮૮ ૧૧૦(ફોન: ૦૨૬૯૦-૨૯૦૨૫૧) ખાતે સંપર્ક કરવો.સરગવાના ઉત્પાદનમાં થતો ઘટાડો નિવારવા શુ કરવું?
પ્રુર્નિંગ કરવું. વધુ માહિતી જાણવા માટે પ્રાધ્યાપક અને વડાશ્રી, બાગાયત વિભાગ,બં.અ.કૃષિ મહાવિદ્યાલય, આકૃયુ, આણંદ-૩૮૮૧૧૦(ફોન: ૦૨૬૯૨-૨૬૨૩૭૫/૨૯૦૨૫૦) ખાતે સંપર્ક સાધવો.
આમળા
March 20, 2020
No comments
આમળાંની મૂલ્યવૃદ્ધિ વધારવા તેમાંથી કઈ કઈ બનાવટો બનાવી શકાય?
આમળામાંથી આમળાની સુકવણી આમળાંનો પાઉડર, આમળાંનો મુખવાસ, આમળાં આદુનો મુખવાસ, આમળાંનો રસ, આમળાંનું શરબત, આમળાંની કેન્ડી, આમળાંનો મુરબ્બો, આમળાંનું અથાણું, ઉપરાંત આમળા જીવન વગેરે બનાવટો બનાવી મૂલ્ય વૃદ્ધિ કરી શકાય છે.આમળાના ફળો ઉપર કાળા ડાધા પડવા માંડે છે તો શું કરવું તે જણાવશો?
બોરોન તત્વની ઉણપને લીધે ફળના માવામાં ભૂખરા કાળા ડાધ પડે છે. તેના નિયત્રણ માટે ૧૦ લીટર પાણીમાં ૩૦ ગ્રામ બોરેક્ષા પાઉડર ભેળવીને ફળ નાના હોય ત્યારે ૧પ દિવસના અંતરે છંટકાવ કરવો અથવા જુન માસમાં ખાતરની સાથે ઝાડ દીઠ ૧૦૦ ગ્રામ પ્રમાણે બોરેક્ષા પાઉડર આપવો.
પપૈયા
March 20, 2020
No comments
સૌરાષ્ટ્ર વિસ્તારમાં હાલમાં પપૈયા માટે કઈ જાત સારી છે?
પપૈયા દેશ લેવલે ધણી બધી જાતો કે જે પસંદગીની પધ્ધતિથી તેમજ સંકર જાતો બહાર પાડવામાં આવેલી છે. પરંતુ સૌરાષ્ટ્ર વિસ્તાર માટે મધુબિંદુ નામની જાત ખુબ જ અનુકુળ છે તેમજ ફળની મીઠાશ અન્ય જાત કરતા ખુબ સારી છે.પપૈયામાં પાન લાંબા દોરી જેવા અથવા કોકડાઈ જાય છે તે કયો રોગ છે? તેને કેવી રીતે કાબૂમાં લેવો?
પપૈયામાં ત્રણ પ્રકારના વિષાણુજન્ય રોગ આવે છે.
- પાનનો કોકડવા (લીફ કર્લ)
- પીળા ગોળ ટપકાં (રીંગ સ્પોટ વાયરસ)
- ચટાપટા (મોઝેક)
- આ રોગોના નિયંત્રણ માટે પ્રથમ તો રોગપ્રતિકારક જાત વાવેતર માટે પસંદ કરવી જોઈએ. રોપણી માટેના રોપા પણ તંદુરસ્ત હોવા જોઈએ. રોગની શરૂઆતમાં અસરયુકત છોડનો ઉપાડીને નાશ કરવો ત્યારબાદ શોષક પ્રકારની જંતુનાશક દવાનો જરૂર મુજબ છંટકાવ કરવો.
કેળ
March 20, 2020
No comments
કેળના ખેતરમાં ઈલેક્ટ્ર્રીક લાઈનની નીચે આવેલા છોડના પાન સુકાઈને શરૂઆત થઈને આખો છોડ સુકાઈ જાય છે.
વધુ માહિતી માટે પ્રાધ્યાપક અને વડાશ્રી, બાગાયત વિભાગ,બં.અ.કૃષિ મહાવિદ્યાલય, આકૃયુ, આણંદ-૩૮૮૧૧૦(ફોન: ૦૨૬૯૨-૨૬૨૩૭૫/૨૯૦૨૫૦) ખાતે સંપર્ક સાધવો.
કેળ માટે ટિશ્યૂકલ્ચર રોપા ક્યાંથી મળશે?
કેળના ટિશ્યૂકલ્ચર રોપા મેળવવા માટે જી.એસ.એફ.સી.લિ, કૃષિ વિકાસ અને કૃષિ સેવા વિભાગ, ફર્ટીલાઈઝર ૩૯૧૭૫૦(ફોન: ૦૨૬૫-૩૦૯૨૬૫૩)નો સંપર્ક કરવો.
સૌરાષ્ટ્રમાં કેળના પાક કઈ જાત સારી છે?
કેળના પાક માટે આપણા રાજયમાંથી બહાર પાડવામાં આવેલ ગણદેવી સિલેકશન જાત સારી છે તે ગ્રાન્ડનેનના પરિણામ ખુબ સારા છે.
ધણી વખત કેળના ટીશ્યુ પીલાના ખાતર પાણીની સારામાં સારી માવજત કરવા છતાં પણ વધ થી નથી જેના નિવારણ માટે શું કરવું?
આમ થવાનું કારણ વિષાણુજન્ય રોગ જેવા કે બંચી ટોપ અથવા ચટાપટા (મોઝેકા ) રોગ હોઈ શકે. તેના નિયંત્રણ માટે રોગિષ્ટ છોડનો શરૂઆતમાં ઉપાડી નાશ કરવો અને ભલામણ મુજબ મોલોમશીના નિયંત્રણ માટે શોષણ પ્રકાશની દવાઓ છાંટવી.
ચોમાસામાં કેળના પાન ઉપર અસંખ્ય ત્રાકિયાં ટપકાંઓ પડે છે તેનું કારણ અને અટકાવવા માટે શા પગલા લેવા જોઈએ?
કેળમાં આવતો આ સીગાટોકાનો રોગ છે. તેનાં નિયંત્રણ માટે રોગ લાગેલ નીચેના રોગિષ્ટ પાન કાપી તેનો બાળીને નાશ કરવો. ત્યારબાદ પ્રોપીકોનાઝોલ (૧૦ મિ.લિ. / ૧૦ લિ.) દવામાં ૧ ચમચી સર્ફ પાવડર (પંપ દીઠ) મિશ્ર કરી તેનો કેળ પર વ્યવસ્થિત છંટકાવ કરવો.
કેળા ઉગ્યા પછી મરી જાય છે તેનું કારણ શું?
- કેળના નાના છોડ મરવાના ત્રણ કારણો હોઈ શકે છે.
- કંદનો સડો - કંદ સડવાથી છોડ મરી જાય છે.
- પનામાં બિલ્ટ - મૂળ મારફતે ફયુઝેરીયમ ફુગ દાખલ થઈ થડના, વચ્ચેના ભાગને નુકસાન કરે છે. જેથી પાન પીળા પડીને સૂકાઈ જાય છે.
- મોકો- આ રોગ જીવાણુંથી થાય છે. મરેલી કેળના થડને કાપીને જોતા પીળી ઝરણ ટીપાં રૂપે જોવા મળે છે. આના નિયંત્રણ માટે કંદને એમીએમસી / (ર ગ્રા. / લિ.) અથવા કાર્બેન્ડાઝીમ (૧ ગ્રા / લિ.) દ્રાવણમાં બોળીને રોપવા. અથવા ટ્રાયકોડર્માં (પ ગ્રામ / લિ.)ના દ્રાવણમાં પણ બોળી જૈવિક માવજત આપી શકાય છે. આ ઉપરાંત જમીનમાં રોપણી પહેલા ખાડામાં ટ્રાયકોડર્માં - પેસીલોમાયસીસ - શ્યુડોમોનાસ (પ૦ ગ્રા. / છોડ) આપવાથી સુકારો આવતો નથી. જો રોગ આવી ગયેલ હોય તો પનામા વીલ્ટ માટે કાર્બેન્ડાઝીમ (૧૦ ગ્રા. / લિ.)ને મોકો રોગ આવેલ હોય તો સ્ટ્રેપ્ટોસાયકલીન ૧૦૦ પીપીએમનું દ્રાવણ થડ ફરતે રીંગ કરીને જમીનમાં રેડવું.
કેળામાં કાચા કેળા પાકી જાય છે તેનું કારણ અને ઈલાજ જણાવશો?
કાચા કેળા પાકી જવાનું કારણ કેળમાં આવતો સીગાટોકા નામનો રોગ છે. આ રોગ આવેલ હોય તો તેના રોગિષ્ટ પાન કાપી તેનો બાળીને નાશ કરવો. ત્યારબાદ પ્રોપીકોનાઝોલ પ મિ.લિ. / ૧૦ લિ.) દવાના દ્રાવણમાં ૧ ચમચી સર્ફ પાઉડર (પંપ દીઠ) મિશ્ર કરી તેનો વ્યવસ્થિત છંટકાવ કરવો.
ફળ પરિરક્ષણ
March 20, 2020
No comments
ફળ અને શાકભાજી પરિરક્ષણ એટલે શું?
ફળ અને શાકભાજી તેના મુળ સ્વરૂપે અથવા તેની જુદી જુદી બનાવટો બનાવીને, જુદા જુદા પરિક્ષકોનો ઉપયોગ કરી ,પરિરક્ષણની જુદી-જુદી પધ્ધતિઓ દ્વારા લાંબા સમય સુધી સંગ્રહ કરવાની પધ્ધતિને ફળ અને શાકભાજીનું પરિરક્ષણ કહેવામાં આવે છે.
ફળ અને શાકભાજીના બગાડ થવાના કારણો જણાવો.
ફળ અને શાકભાજીનો જીવિત કોષોથી ભરપૂર હોય છે. જેના કારણે ફળ અને શાકભાજી પાકોમાં આંતરીક રીતે ઉપલબ્ધ એન્ઝાઈમસ મારફત કોષોમાં જૈવ રસાયણિક પ્રક્રિયા સતત ચાલતી રહે છે,તે ઉપરાંત ફુગ બેક્ટેરિયા જેવા સૂક્ષ્મ જીવાણુંના કારણે ફળ અને શાકભાજીના પોષક તત્વનું સતત વિઘટન થતાં ભૌતિક અને રસાયણિક પરિવર્તનની બગાડ થાય છે.
ફળ અને શાકભાજી પરિરક્ષણમાટે વપરાતા જુદા જુદા પરિરક્ષકો જણાવો.
ફળ અને શાકભાજી પરિરક્ષણ માટે નીચે મુજબના પરિરક્ષકોનો ઉપયોગ કરવામાં આવે છે.
(૧) સાઈટ્રીક એસિડ (૨) પોટેશિયમ મેટા બાયસલ્ફાઈટ (૩) એસેટિક એસિડ (૪) સોડિયમ બેન્જોએટ (૫) ખાંડ (૬) મીઠું
ફળ અને શાકભાજીની ડબ્બાબંધી એટલે શું?
ડબ્બાબંધી એ ફળ અને શાકભાજીના પરિરક્ષણની પ્રક્રિયા છે. જેમાં ડબ્બા બંધ કરતા પહેલા તેમજ ડબ્બા બંધ કાર્ય બાદ ગરમી આપવામાં આવે છે જેથી તેમાં સુક્ષ્મજીવાણુઓનો ઉપદ્રવ થઇ શકતો નથી તેમજ બહારના સૂક્ષ્મ જીવાણુઓ તેમાં પ્રવેશી શકતા નથી.
જામ તૈયાર થયો કે નહિ તે જાણવાની પદ્ધતિઓ જણાવો.
- વજન દ્વારા : વપરાયેલ ખાંડ કર્તા જમણું વજન દોઢ ગણું થવું જોઈએ.
- ઉષ્ણતાપમાન દ્વારા : દરિયાની સપાટીએ જામ માટે ૨૨૨.૫ ° ફે.ઉષ્ણતામાન જરૂરી છે.
- રીફ્રેકટ્રોમીટર દ્વારા : જયારે ૬૮.૫ ટકા ટી.એસ.એસ.(બ્રિકસ) નું પ્રમાણ બતાવે ત્યારે જામ તૈયાર થઇ જાય છે.
આંબાની જીવાતો અને સંકલિત નિયંત્રણ
March 20, 2020
No comments
આંબાવાડીમાં વર્ષ દરમ્યાન પાકની જુદી જુદી અવસ્થાએ વિવિઘ પ્રકારની જીવાતોનો ઉપદ્રવ વઘતા–ઓછા પ્રમાણમાં જોવા મળે છે. આંબામાં નુકશાન કરતી આશરે ૧૮૮ જેટલી જીવાતો નોઘાયેલ છે. જીવાતનો ઉપદ્રવ કેરીના ઉત્પાદન અને ગુણવત્તા ઉપર ખુબ માઠી અસર પહોંચાડે છે.
આંબાનો મધિયો :
માદા કીટક મોરની ડૂંખ તથા ફૂલોની પેશીમાં ઈંડા મૂકે છે. આંબાના મોર તેમજ નવી પીલવણી ફૂટવાની શરૂઆત થાય ત્યારે મધિયાના બચ્ચા અને પુખ્ત કીટકો મોર તેમજ પાનમાંથી રસ ચૂસે છે. કૂમળા ભાગમાં નુકશાન થવાથી ફૂલો અને નાના ફળો ખરી પડે છે. મધિયાના શરીરમાંથી મધ જેવા પદાર્થનું ઝરણ થાય છે. જેથી પાન પર એક જાતની કાળી ફૂગ ઉગી નીકળે છે. આવી ફૂગના કારણે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા અવરોધાય છે. જેથી કેરી ઉત્પાદન અને ગુણવત્તા પર માઠી અસર થાય છે. ચોમાસાની ૠતુમાં પુખ્ત કીટકો સુષુપ્ત રહી છાલની તીરાડોમાં સંતાઈ રહે છે. પાણી ભરાઈ રહેતું હોય તેવી બિનમાવજત વાળી આંબાવાડીમાં આ જીવાત વધૂ જોવા મળે છે.
આંબાની ફળમાખી :
આ જીવાતનો ઉપદ્રવ ફળો પાકવાની શરૂઆત થાય ત્યારે વધુ જોવા મળે છે. માદા કીટક ફળની છાલ નીચે કાણું પાડી ઈંડા મૂકે છે. સમય જતા કાણાંમાંથી રસ ઝરે છે. ઈંડામાંથી નીકળેલી ઈયળ ફળનો ગર્ભ ખાય છે. આવા ઉપદ્રવીત ફળોમાં કોહવાટ થાય છે અને ફળો જમીન પર ખરી પડે છે. પુખ્ત કીડાઓ ફળમાંથી બહાર આવી જમીનમાં કોશેટા અવસ્થામાં રૂપાંતર પામે છે. મોડી પાકતી કેરીની જાતોમાં ફળમાખીનો ઉપદ્રવ વધૂ જોવા મળે છે.
આંબાનો મેઢ :
આ જીવાત થડ કે ડાળીમાં કોરાણ કરી નુકશાન કરે છે. માદા કીટક ઝાડના થડની તીરાડમાં કે ડાળીઓના જોડાણ પાસે એકલ દોકલ ઈંડા મૂકે છે. ઈંડામાંથી નીકળતો કીડો છાલમાં થઈ ડાળી કે થડમાં અંદરની તરફ સર્પાકાર કોરાણ બનાવે છે. આવા પોલાણ થડ પર નીચેથી ઉપરની તરફ જતાં જોવા મળે છે. આવા કોરાણમાંથી લાકડાનો કૂચો બહાર આવતો જોવા મળે છે જે જીવાતની હાજરી સૂચવે છે. વધૂ પ્રમાણમાં નુકશાન થતાં ડાળી કે સંપૂર્ણ ઝાડ મરી જવાની પણ શકયતા રહે છે.
આંબાનો ચીકટો :
જમીનમાં રહેલ ઈંડામાંથી નીકળેલા બચ્ચા ઝાડના થડ પર થઈ ડાળીઓ સુઘી પહોંચી જાય છે. રાતીકીડીઓ બચ્ચાને ઝાડ પર ચઢવામાં આડકતરી રીતે મદદ કરતી હોય છે. બચ્ચા તથા માદા કીટક પાન, ડૂંખ, ફળ અને કુમળી ડાળી પર રસ ચૂસે છે. ફળ પર મીલીબગ્સ લાગવાથી ફળની ગુણવત્તા ઘટે છે.
કેરીના ગોટલાનું ચાંચવું :
માદા કીટક વિકસતા ફળ પર કે ખરી પડવાની તૈયારીમાં હોય તેવા ફળની છાલ નીચે છૂટા છવાયા ઈંડા મૂકે છે. ઈંડામાંથી નીકળેલો કીડો ફળનો ગર્ભ કોરી ગોટલામાં દાખલ થાય છે અને ગોટલાને કોરી ખાય છે. કોશેટા અવસ્થા ગોટલીમાંજ બને છે. પુખ્ત ચાંચવંું ગોટલીમાંથી નીકળી પાકા ફળના માવામાં રસ્તો કરી બહાર આવે છે તેથી ફળ ખાવાલાયક રહેતું નથી.
આંબાનો ડૂંખ વેધક :
માદા કીટક કૂમળા પાન પર ઈંડા મૂકે છે. ઈંડામાંથી નીકળેલી ઈયળ શરૂઆતમાં કુમળા પાનની મધ્ય નશમાં દાખલ થાય છે. ત્યારબાદ ઈયળ કુમળી ડૂંખમાં દાખલ થઈ ઉપરથી નીચેની તરફ કોરાણ કરે છે. નુકસાનવાળી ડૂંખના પાન ચીમળાઈ જાય છે. નવી બાંધેલ કલમોમાં ઉપદ્રવ ગંભીર હોય છે. આંબામાં મોર આવે ત્યારે કુમળા પુષ્પવિન્યાસનો અંદરનો ભાગ ખાઈ જતી હોવાથી મોર સુકાઈ જાય છે.
સંકલિત જીવાત નિયંત્રણ :
- આંબાવાડીયામાં અગ્રતાક્રમે સ્વચ્છતા જાળવવી તથા યોગ્ય સમયે છાંટણી કરતા રહેવું.
- ઉનાળા દરમ્યાન આંબાવાડીયામાં ઝાડની ફરતે અવારનવાર ખેડ કે ગોડ કરવાથી ચીકટો જીવાતના ઈંડા અને ફળમાખીના કોશેટાનો નાશ કરી શકાય છે.
- વાડીમાં ફળમાખીના ઉપદ્રવવાળા ફળો સમયસર વીણી ઉંડા ખાડામાં દાટી નાશ કરવો.
- ફળમાખીના નિયંત્રણ માટે ઈથાઈલ આલ્કોહોલ ત્ર મિથાઈલ યુજીનોલ ત્ર ડીડીવીપીનું ૬:૪:૧ ના મિશ્રણમાં પ્લાયવુડ બ્લોક (પ શ્ પ સેમી) ર૪ કલાક બોળી રાખવા. ત્યારબાદ મિનરલ વોટરની ખાલી બોટલમાંથી બનાવેલ ફળમાખી ટ્રેપમાં મુકવા અથવા નવરોજી ટ્રેપ હેકટરે ૧૦–૧ર ની સંખ્યામાં મુકવા અથવા આંબાવાડીયાની ચારે બાજુ કાળી તુલસી વાવી તેના પર ર૦ દિવસના અંતરે ડાયકલોરવોસ ૧૦ મીલી/૧૦ લીટર પાણી પ્રમાણે છંટકાવ કરવો.
- આંબાનો મધિયો અને ડુંખ વેધકના નિયંત્રણ માટે ઈમીડાકલોપ્રીડ ૧૭.૮ એસ.એલ. દવા ર.૮ મીલી પ્રતિ ૧૦ લીટર પાણીમાં ભેળવી મોર નીકળતી વખતે લીંબોળીના બીજનું પ % દ્રાવણ કેરી સોપારી કદની થાય ત્યારે અથવા વઘુ ઉપદ્રવ હોયતો ભલામણ થયેલ સૂચિપત્રનો ઉપયોગ કરવો.
- ચોમાસા દરમ્યાન મધિયાના પૂખ્ત તથા ગોટલાનું ચાંચવુ તેની સુષુપ્ત અવસ્થામાં થડ કે ડાળીઓ પર છાલની તીરાડમાં ભરાઈ રહે છે. ઓકટોબર મહિનામાં ઝાડની ડાળીઓ અને થડ પર થાયોડીકાર્બ (ર૦ ગ્રામ/ ૧૦ લી.પાણી)નો છંટકાવ કરવો.
- સપ્ટેમ્બર–ઓકટોબર માસમાં નવી કૂંપળો ફૂટે છે. નવા પાન આવતા થ્રીપ્સ, ડૂંખવેધક, આંબાનો મધિયો અને ગાંઠીયા માખીનો ઉપદ્રવ થાય છે. આ સમયે મિથાઈલ–ઓ–ડીમેટોન ૦.૦૩ % જંતુનાશક દવાનો છંટકાવ કરવો.
- ડીસેમ્બર–જાન્યુઆરી દરમ્યાન મિથાઈલ પેરાથીયોન ર% ભૂકી ઝાડની ફરતે જમીનમાં ભેળવવાથી ચીકટાના બચ્ચા નાશ પામે છે. આ ઉપરાંત ઝાડના થડની ફરતે જમીનથી એક ફૂટ ઉંચે ગ્રીસનો અથવા પોલીથીન સીટનો ર૦ થી ૩૦ સેમી પહોળો પટૃો કરવાથી ચીકટાના બચ્ચાને ઝાડ પર ચઢતા અટકાવી શકાય છે.
- આંબામાં ફળ બેઠા પછી આશરે દોઢ મહિના બાદ ખરી પડેલા બધાજ અપરિપકવ ફળો વીણતા રહેવું અને તેનો નાશ કરવાથી ગોટલાના ચાંચવાનો ઉપદ્રવ ઘટાડી શકાય છે
- ચીકટાના ઉપદ્રવવાળા આંબા પર એસીટામીપ્રીડ ર ગ્રામ અથવા થાયોમેથોકઝામ ૧.૬ ગ્રામ અથવા મીથાઈલ–ઓ–ડીમેટોન ૧૦ મીલી ત્ર સર્ફ પાવડર ૧૦ ગ્રામ/૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
- મેઢ ઉપદ્રવિત ઝાડના થડ કે ડાળીઓમાંથી તાજો વહેર બહાર પડતો દેખાય તો તાર વડે મેઢને મારી નાખવો અથવા ડીડીવીપી દવામાં બોળેલ રૂના પુમડાને કાણાંમાં મુકયા બાદ ભીની માટીથી કાણું બંઘ કરવું. વઘુ ઉપદ્રવીત ડાળીઓને કાપી નાંખવી.
- આંબાના ડૂંખ વેધક ઉપદ્રવિત મોરની ડાળી ઈયળ સહીત કાપીને નાશ કરવી.
- ઉધઈના નિયંત્રણ માટે સેઢાપાળા કે આંબાવાડિયામાં ઉધઈના રાફડાનો રાણી સહીત નાશ કરવો અને ઝાડના થડ પર માટીની ગેલેરીઓ જોવા મળે તો તેને દુર કરી કલોરપાયરીફોસ ૦.પ%નું દ્રાવણ બનાવી થડ અને ડાળીઓ પલળે તે પ્રમાણે છંટકાવ કરવાથી નિયંત્રણ મેળવી શકાય છે. નવી કલમો રોપતા પહેલા કલોરપાયરીફોસ૩૦ મીલી ૧૦ લીટર પાણીમાં ભેળવી ખાડામાં ચારે તરફ રેડવી અને ત્યારબાદ તેટલુંજ મિશ્રણ કલમના સાંધાથી નીચેનેા ભાગ પલળે તેમ રેડવું.
- ગાંઠીયા માખીના નિયંત્રણ માટે ઉપદ્રવિત પાન ભેગા કરી નાશ કરવા અને વઘુ ઉપદ્રવ હોય તો ડીડીવીપી ૭૬ ટકા પ મી.લી. દવા ૧૦ લીટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો.
આંબામાં આવતા રોગો અને સંકલિત નિયંત્રણ :
આંબાના પાકમાં આવતા વિવિઘ રોગોની ઓળખ, નિદાન અને નિયંત્રણ માટે તાંત્રીક માહિતી નીચે મુજબ છે.
આંબાનો ભૂકીછારો :
રોગનાં લક્ષણો : આ રોગ સામાન્ય રીતે ડીસેમ્બર–જાન્યુઆરી મહિનામાં જયારે આંબામાં મોર ફુટે તે વખતે જોવા મળે છે. સામાન્ય રીતે આ રોગનો પ્રભાવ આંબાના મોર ઉપર જોવા મળે છે પરંતુ કેટલીક વખતે નવા વિકાસ પામતા પાનની પાછળની બાજુએ રોગનાં લક્ષણો જોવા મળે છે. આ રોગનાં લક્ષણો પાનના વચ્ચેનાં ભાગ પૂરતાં સિમીત હોય છે અને આવા પર્ણો વિકૃત અને વળી ગયેલા હોય છે. ભૂકી છારાનું મુખ્ય લક્ષણ જોઈએ તો સફેદ ભૂકી જેવું આવરણ મોર અને નાના મરવા (કેરી) પર જોવા મળે છે અને અવિકસિત ફળો અને મોર ખરી પડે છે.
રોગનો ફેલાવો : વાદળીયું હવામાન અને વહેલી સવારે પડતા ઝાકળના લીઘે રોગનો ફેલાવો વઘુ થાય છે. સામાન્ય રીતે મહત્તમ તાપમાન ર૭૦ થી ૩૧૦ સેન્ટીગ્રેડ અને હવામાંનો ભેજ ૮ર થી ૯૧ % હોય ત્યારે આ રોગનો ફેલાવો વધુ થાય છે.
નિયંત્રણ : રોગગ્રસ્ત પાનો અને વિકૃત પુષ્પગુચ્છો દુર કરવાથી ફુગનાશક દવાના છંટકાવની અસરકારકતા વધે છે. આ રોગની શરૂઆત જણાતા જ પ્રથમ છંટકાવ વેટેબલ સલ્ફર (૧૦ લીટર પાણીમાં ૩૦ ગ્રામ) ત્યારબાદ પંદર દિવસે ડીનોકેપ (૧૦ લીટર પાણીમાં ૧૦ મીલી) અને ત્રીજો છંટકાવ બીજા છંટકાવના ૧પ દિવસ બાદ ટ્રાયડેમોર્ફ (૧૦ લીટર પાણીમાં પ મીલી) નો કરવાથી રોગનું અસરકારક નિયંત્રણ થાય છે.
આંબાનો કાલવ્રણ :
રોગનાં લક્ષણો : રોગની શરૂઆત પાન પર ઘણાં નાનાં ગોળ અથવા અનિયમિત આકારનાં બદામી ટપકાંથી થાય છે. ભેજવાળા વાતાવરણમાં આ ટપકાંઓ વિકાસ પામી સુકાઈ જાય છે અનેે ટપકાંની વચ્ચેનો મૃતપાય ભાગ ખરી જાય છે, જેથી પાનનો દેખાવ કાંણાવાળો જોવા મળે છે. પર્ણ દંડીકાઓ રોગીષ્ટ બને છે ત્યારે તે રાખોડી અથવા કાળા રંગની થઈ જાય છે જેને લીધે આખું પાન સુકાઈ જાય છે. આંબાની ડાળી પર કાળા, લાંબા મૃતપ્રાય વિસ્તારો જોવા મળે છે, જેને લીઘે ડાળી સુકાઈ જાય છે.
આંબાનાં કાલવ્રણ રોગનો ખૂબ વિનાશકારી તબકકો એ છે કે જયારે રોગને લીઘે આંબાનો મોર તથા તેની દાંડી સુકાઈ જાય છે, જેની ઉત્પાદન પર માઠી અસર થાય છે. સાનુકૂળ પરિસ્થિતિમાં રોગને લીઘે મોર અને તેની દાંડીઓ કાળી પડી જાય છે. આંબા પરથી એક થી બે અઠવાડિયામાં જૂના મરવા મોટી સંખ્યામાં ખરી પડે છે.
રોગનો ફેલાવો : રોગીષ્ઠ પાન, ડાળી અને આંબાનો મોર અસંખ્ય વ્યાઘિજન્ય ફૂગનાં બીજ ઉત્પન્ન કરે છે. આંબાની મંજરીઓ ખીલતી હોય ત્યારે જો વાતાવરણનું તાપમાન રપ૦ સેન્ટીગ્રેડ હોય અને સાથે વરસાદ, ધુમ્મસ અથવા વઘુ પડતું ઝાકળ પડે ત્યારે રોગનો ફેલાવો ઝડપી બને છે અને રોગની તીવ્રતા વઘે છે.
આંબાની પ્રસર્જન–વર્ધન
March 20, 2020
No comments
ફળઝાડની ખેતી એ લાંબા ગાળાનું સાહસ છે. જે ફળઝાડ આજે રોપ્યાં હોય તે પોત પોતાની જાત પ્રમાણે ત્રણ–ચાર કે વધુ વર્ષે ફળ આપતા હોય છે. આ ઉપરાંત વ્યાપારી ધોરણે ફાયદાકારક ઉત્પાદન મળતાં તેથી પણ વધુ સમય લાગે છે. આ બધાં વર્ષો દરમ્યાન, આપણે તે છોડને પાણી, ખાતર, દવા અને માવજતો જેવી કે ગોડ, નીંદણ ઈત્યાદી પાછળ ખર્ચ કરતા રહેવું પડે છે. આમ વર્ષો સુધી ખર્ચ અને મહેનત કર્યા પછીથી જે તે છોડ ધાર્યા પ્રમાણે ઉત્પાદન અને ઈચ્છીત ગુણવાળાં ફળ ન આપે તો કરેલ ખર્ચ અને મહેનત નકામા જાય છે. વળી આવા ફળઝાડને એક વર્ષ પાક લીધા બાદ કાઢી નાખવામાં આવતા નથી. તે તો વર્ષો સુધી ઉત્પાદન આપ્યા જ કરે છે. એટલે ખરાબ ગુણવત્તાવાળા છોડ રોપાઈ ગયા હોય તો તેના પરિણામ લાંબા સમય સુધી ભોગવવા પડે છે. ફળઝાડની ખેતીમાં જે જાતની ખેતી કરવા માંગતા હોઈએ તે જાતની સો ટકા શુધ્ધતા જળવાઈ રહે તે માટે હંમેશા કલમોની એટલે કે વાનસ્પતિક પ્રસર્જનથી તૈયાર થયેલ છોડની જ રોપણી કરવી જોઈએ. આમ ફળઝાડની ખેતીમાં ખાત્રીલાયક નર્સરીમાંથી મેળવેલ કલમની રોપણીનો જ આગ્રહ રાખવો જોઈએ.
કલમ રોપણીથી થતા ફાયદા
- કલમથી તૈયાર થયેલ છોડ માતૃગુણ ધરાવે છે એટલે કે જે જાતની કલમ બનાવી હોય તેના જેવા જ ગુણ ધરાવે છે.
- કલમની રોપણીથી તૈયાર થયેલ છોડ બીજથી ઉછરેલા છોડ કરતાં વહેલું ઉત્પાદન આપે છે. કલમી આંબામાં ચારથી પાંચ વર્ષે કેરી આવે છે.
- કલમ રોપણીથી ઝાડનુ કદ, ફળની ગુણવત્તા, વહેલા ફળ આવવાની શરૂઆત વગેરે ખાસીયતોને ધાર્યા પ્રમાણે કાબુમાં રાખી શકાય છે.
- ફળઝાડની ખરાબ જાતો ભુલથી રોપાઈ ગઈ હોય અથવા ઝાડ નિષ્કાળજીથી ઉંમર થઈ જવાથી નિર્માલ્ય થઈ ગયાં હોય તો કલમ બનાવવાની થયેલ ભુલને જાત બદલી સુધારી શકાય છે. દા.ત. ખૂંટી કલમથી આંબાની જાત સુધારી શકાય છે.
કલમો પસંદ કરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ
- ભેટ કલમ વધારે પડતી મોટી, પાકટ કે આગલા વર્ષની પસંદ કરવી નહિ. મધ્યમ કદની, અર્ધપાકટ અને જુસ્સાદાર કલમ પસંદ કરવી. નિસ્તેજ અને જોસ વગરની કલમ લેવી નહિ.
- ભેટ કલમ બરાબર ઠરેલી અને ચાલુ વર્ષની હોય તેની પસંદગી કરવી.
- ભેટ કલમના રોપ અને ઉપરોપની જાડાઈ સરખી હોવી જોઈએ, તેમજ કલમનો સાંધો બરાબર મળી ગયેલો હોવો જોઈએ.
- હંમેશાં પ્રમાણિત કલમો મેળવીને વાવેતર કરવી હિતાવહ છે. હંમેશા ગુજરાત કૃષિ યુનિવસિર્ટી, બાગાયત ખાતુ (ગુજરાત રાજય) અથવા ખેતીવાડી ખાતુ (ગુજરાત રાજય) ની નર્સરીઓ ઉપરથી કલમો મેળવવાનો આગ્રહ રાખો. છતાં ખાનગી નર્સરીઓમાંથી આંબાથી જે તે જાતની પ્રમાણિત કરેલ હોય તેવી કલમોનું વાવેતર કરી શકાય છે.
- પાન તંદુરસ્ત, લીલા, ચળકતાં હોય તેવી કલમ પસંદ કરવી. ઝાંખા અને કરમાયેલા પાનવાળી કલમ પસંદ કરવી નહિ.
- કલમની સાંધા પર દોરીના કાપ પડેલા હોવા જોઈએ નહિ.
- ઉપરોપનો કપાયેલો નીચેનો છેડો સુકાયેલો હોવો જોઈએ.
કલમ બનાવવાની રીત :
- દેશી આંબાનો રોપ – મૂળકાંડ (સ્ટોક)
- સારી જાતની આંબાની ડાળી – ઉપરોપ (સાયન)
મૂલકાંડ – રોપ ઉછેરની પધ્ધતિ :
આંબાની જુદી જુદી પધ્ધતિથી કલમ કરવા માટે જુદી જુદી ઉંમરના મુલકાંડનો ઉપયોગ થાય છે. મુલકાંડ ઉછેરની પધ્ધતિ નીચે મુજબ છે.
- મૂલકાંડ તૈયાર કરવા માટે દેશી આંબાના ગોટલા કેરીની મોસમ દરમ્યાન એકત્રિત કરવા. આવા ગોટલા એકત્રિત કરી તેને તડકામાં ન રાખતાં ઝાડનાં છાયાં નીચે રાખવા.
- ગોટલાનું વાવેતર બેડમાં એટલે કે જમીનમાં અથવા પોલીથીન બેગમાં સીધેસીધા વાવી શકાય છે. અને આવા તૈયાર થયેલ મુલકાંડનો ઉપયોગ કલમ કરવા માટે કરી શકાય છે.
- જે જમીનમાં ગોટલા મૂલકાંડ માટે વાવેતર કરાવતાં હોય તે જમીન સારી રીતે હળવી ખેડી, કરબ મારી સરખી કરવી. નિંદામણ, પથ્થરો વગેરે દુર કરી જમીન તૈયાર કરવી.
- જમીન તૈયાર કરતી વખતે એક હેકટરે ર૦ થી રપ ટન સારું કહોવાયેલ કમ્પોસ્ટ ખાતર કે છાણીયું ખાતર ચાસમાં આપવું.
- એકત્રિત કરેલ ગોટલા જેમ બને તેમ જલ્દી વાવવા. ગોટલાના વાવેતર કરવામાં મોડુ થાય તો ઉગાવવાના ટકામાં ઘટાડો થાય છે. જો ગોટલા પ્રોસેસીંગ યુનિટમાંથી મેળવ્યા હોય તો ગોટલા જુદા પાડી પાણીથી ધોઈ રોપવાના ઉપયોગમાં લેવા.
- જમીનમાં વાવેતરનું અંતર બે હાર વચ્ચે ૪પ સે.મી. અને બે ગોટલા વચ્ચે ૧પ–ર૦ સે.મી. જેટલું રાખવું જરૂરી છે.
- દેશી કેરીનાં તાજા ગોટલા જયારે મળે ત્યારે ઉપર મુજબ વાવેતર કરી ઉપર માટીનો ર’’ નો થર કરવો. વરસાદ ન હોય તો પાણી આપવું.
- ગોટલા ઉગી નીકળે ત્યારે જરૂર મુજબ નિંદામણ અને ગોડકામ કરતાં રહેવું જોઈએ.
- ૧પ દિવસના ઉગેલ ગોટલા જે હવે મુલકાંડ અથવા રોપ તરીકે ઓળખાય છે, તેનો ઉપયોગ એપીકોટાઈલ ગ્રાફટીંગ પધ્ધતિથી કલમ કરવામાં થાય છે.
- મુલકાંડ ચાર માસના થયેથી ર૦ કિલો નાઈટ્રોજન તત્વ મળે તે રીતે નાઈટ્રોજનયુકત ખાતર પ્રતિ હેકટરે આપવું. વાવણી પછી સાતમા અને દસમા મહિને ફરીથી ર૦–ર૦ કિલો નાઈટ્રોજનયુકત ખાતર પ્રતિ હેકટરે આપવું.
- મૂલકાંડ (રોપ) ને જીવાત અને રોગથી મુકત રાખવા સમયસર પાક સંરક્ષણનાં પગલાં લેવા.
- ૬ થી ૧ર માસના રોપ–મુલકાંડનો ઉપયોગ વીનીયર (બગલપ્રકાંડ) અથવા નૂતન કલમ પધ્ધતિથી કલમ બનાવવા કરી શકાય છે.
- ચોમાસું પુરું થયેથી ૧૦ થી ૧ર દિવસના અંતરે અને ઉનાળામાં ૬ થી ૮ દિવસના અંતરે પિયત આપવું.
- આમ સારી રીતે માવજત આપેલ રોપાઓ એક વર્ષના ૭પ થી ૮૦ સે.મી. જેટલી ઉંચાઈના થશે. ચોમાસામાં વાદળ છાયા વાતાવરણમાં જમીનમાંથી ખૂરપા વડે ખોદી માટીના પીંડ સાથે રોપના સોટી મૂળને વધુ પડતું નુકશાન ન થાય તે રીતે કુંડામાં લેવા અથવા દર્ભના (દાભડો) પાનમાં મુળનો માટીવાળો પીંડ ઢંકાય તે રીતે વીંટાળી ઝાડના છાયાવાળી જગ્યાએ આડા રહે તે રીતે ગોઠવી પાણી છાંટતા રહેવું. અઠવાડીયા બાદ રોપ ઠરી ગયે કુંડામાં લઈ શકાય છે. સૌરાષ્ટ્રમાં આવા રોપને ડબ્બામાં લેવામાં આવે છે.
- ડબ્બામાં પાણીના નિતાર માટે છિદ્ર રાખવું. કુંડાના અને ડબ્બાના નીતાર છિદ્ર ઉપર માટીનાં ઠીકરાં રાખવા જરૂરી છે. ઠીકરૂ નિતાર છિદ્ર ઉપર ઉંધું મૂકવું. જેથી છિદ્રનો ભાગ ખુલ્લો રહે અને વધારાનું પાણીનો નિકાલ થઈ જાય. રોપાને પ્લાસ્ટીક બેગ, કૂંડામા અથવા ડબ્બામાં ગોઠવી જમીનનું અથવા કંપોસ્ટ કે વર્મીકંપોસ્ટનું મિશ્રણ ભરી રોપની ફરતે માટી દબાવવી અને નર્સરીમાં ગોઠવવા.
- ત્યારબાદ રોપાઓને ખુલ્લી હવા ઉજાસવાળી જગ્યામાં રાખવા અને તેને સવાર સાંજ બે વખત ઝારા વડે પાણી આપવું.
- આવી રીતે કુંડામાં કે ડબ્બામાં તૈયાર કરેલ રોપાઓ લગભગ ૧–૧/ર (દોઢ) વર્ષના થાય ત્યારે ભેટકલમ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. ઉપરોપની ડાળી આંબાની જે તે જાતના માતૃછોડ પર પસંદ કરવી હિતાવહ છે.
માતૃછોડની માવજત અને કલમોની બાંધણી :
જે માતૃઝાડોમાં કલમો બાંધવાની હોય તે માતૃઝાડોને તેના ઘેરાવા જેટલા વિસ્તારમાં કોદાળીથી ગોડવો. શરૂ, નિલગીરી અથવા સાગની વળી અને વાંસનો ઉપયોગ કરી માંચડો–મંડપ બનાવવો. ગોળ કે ચોરસ માંચડો (મંડપ) કરવામાં આવે છે. ચોમાસાની શરૂઆતમાં પ૦ થી ૬૦ કિલો છાણીયું ખાતર, પ૦૦ ગ્રામ નાઈટ્રોજન, ૩ર૦ ગ્રામ પોટાશ આપવામાં આવે છે. સાયન પ્લોટ કે જેમાં માતૃઝાડો રોપવાના હોય ત્યાં ઉપર મુજબના ખાડા ર મી × ૧ મી. ના અંતરે કરી કલમોનું વાવેતર કરવું, જેથી મંડપ સારી રીતે બનાવી શકાય અને ઓછી જગ્યામાં વધુ કલમો બાંધી શકાય. કલમો બાંધતી વખતે ડબ્બામાં ભરેલ રોપાઓ વજનદાર હોવાને લીધે જમીન ઉપર રાખી માતૃ છોડની ડાળી જમીન સુધી વળે તેવી હોવી જોઈએ. જયારે કુંડાઓના રોપાઓને માતૃછોડની આસપાસ શરુ, નિલગીરી કે સાગની વળીઓ અને વાંસના ત્રાપાથી મંડપ બનાવી તેના ઉપર કુંડામાંના રોપાઓ ગોઠવી માતૃછોડની ડાળીઓ સાથે કલમો બાંધવામાં આવે છે.
કેટલીક વખતે રોપાઓને શરુ, સાગ અથવા નિલગીરીની વાડી સાથે આડો વાંસ બાંધી કાથીની દોરીથી લટકાવી જે તે ડાળી સાથે કલમ કરવામાં આવે છે.
મૂલકાંડ (સ્ટોક) અને ઉપરોપ (સાયન) ની ડાળીઓ હંમેશા તંદુરસ્ત રોગ અને જીવાતથી મુકત અને રસદાર હોય તેવી પસંદ કરવી જરૂરી છે. ઉપરોપ એક વર્ષથી વધુ ઉંમરનો ન હોવો જોઈએ. મૂલકાંડ અને ઉપરોપ એકસરખી જાડાઈનાં હોવા જોઈએ.
એપીકોટાઈલ, વીનીયર (બગલ પ્રકાંડ) અને નૂતન કલમ અને શાખાની તાજ કલમ બનાવવા માટે રોપાને (મુલકાંડને) માતૃઝાડ પાસે લઈ જવામાં આવતા નથી. પણ મુલકાંડને નર્સરીમાં યથાવત રાખી પસંદ કરેલ જાતના માતૃઝાડની ૬ થી ૯ માસ જેટલી પરિપકવ ડાળીનાં પાન ૧/૪ ઈંચ જેટલું ડીંટુ રહેવા દઈ દુર કરવા. ૮ થી ૧૦ દિવસ બાદ ડીંટા ખરી જાય એટલે આવી ડાળી (બડસ્ટીક) ૮ ઈંચ જેટલી કાપી તેનો ઉપયોગ કરી શકાય છે. ખૂંટી કલમ માટે ૯–૧૦ માસ જૂની પરિપકવ ડાળી ૧૦ થી ૧ર ઈંચ જેટલી લાંબી કાપી ડીંટા રહેવા દઈ પાન દુર કરવા અને ત્યારબાદ આ ડાળીનો ઉપયોગ જુના ઝાડના થડમાં ખૂંટી પધ્ધતિથી કલમ બનાવવા કરવો. ઘણી વખત અગાઉથી પાન દૂર કરવાના બદલે ડાળી તાજી કાપી લાવી તેના પાન દૂર કરી અને ખૂંટી મારવામાં આવે છે.
એપીકોટાઈલ ગ્રાફટીંગ અથવા સ્ટોન ગ્રાફટીંગ :
હાલમાં આંબાની વાનસ્પતિક પ્રસર્જનની રીતોમાં મહત્વનું સ્થાન આ કલમ બનાવવાની આ પધ્ધતિએ લેવા માંડયું છે.
રીત :
- ૧૦–૧પ દિવસના ઉગેલા દેશી આંબાના ગોટલાને મુલકાંડ તરીકે પસંદ કરવામાં આવે છે. મુલકાંડ તંદુરસ્ત અને રોગ–જીવાતથી મૂકત હોવો જરૂરી છે.
- પસંદ કરેલ આંબાની જાતની ડાળી (ઉપરોપ) ને ૮ થી ૧૦ દિવસ અગાઉ પાનના ૧/૪ ઈંચ જેટલા ડીંટા રહેવા દઈ પાનનો ભાગ દુર કરો. ૧૦ દિવસ બાદ આવી ડાળી ઉપરોપ લાવી ઉપરોપ પર ત્રાંસો કાપ મુકો. અગાઉથી પાન દૂર કરેલ ન હોય તેવી પરિપકવ ડાળી તાજી લાવી તેના ઉપર મુજબ પાન દૂર કરી ત્રાંસો કાપ મૂકો.
- સારા તંદુરસ્ત મૂલકાંડ (ગોટલા) ને નર્સરી કયારામાંથી કલમ કરતા અગાઉ ગોટલા સહિત ઉખાડી લઈ આવો. ત્યારબાદ મૂલકાંડ પર ગોટલાના ઉપરના ભાગે ત્રાંસો કાપ મૂકી પાન અને પ્રકાંડનો ભાગ દૂર કરો. મૂલકાંડ અને ઉપરોપનો ત્રાંસા કાપ સરખા હોવા જરૂરી છે. જો કે મૂલકાંડનો કાપ થોડો મોટો હોય તો ઉપરોપની ડાળી અંદર સુધી બેસાડી શકાય અને ફીટીંગ સારું મળે.
- મૂલકાંડ અને ઉપરોપને સરખી રીતે જોડી પોલીથીન પટ્ટીથી બરાબર બાંધી દો.
- કલમ બનાવવા માટે મૂલકાંડને તૈયાર કરતા પહેલા જમીનમાંથી કાઢી લેવામાં આવે છે. ત્યારબાદ કલમ કરી ઉપરોપ સહીતના મૂલકાંડને ગોટલાનો ભાગ માટીમાં રહે તે રીતે કુંડામાં કે પોલીશીન બેગમાં ભરવામાં આવે છે.
- વરસાદથી નવી બનાવેલ કલમોને રક્ષણ આપવા છાંયડામાં મુકવી.
- આ પધ્ધતિમાં મૂલ ઉત્પાદન ક્રિયા અને સાંધાનું જોડાણ ૮ગદ્યય્ઃદ્ય૯ બંને એક સાથે થાય છે.
ફાયદા :
- ખૂબ જ ટૂંકા સમયમાં, ઓછા ખર્ચે અને ઓછી મહેનતે આ કલમ કરી શકાય છે.
- ઓછા સમયમાં વધુ સંખ્યામાં કલમો બનાવી શકાય છે.
- અન્ય કલમોની જેમ મૂલકાંડનો ઉછેર ખર્ચ એક વર્ષ સુધી લાગતો નથી. આથી મૂલકાંડ ઉછેર માટે સમય અને મહેનતનો બચાવ થાય છે. ખરેખર તો મૂલકાંડ ઉછેરની સમયમર્યાદામાં જ આ કલમ તૈયાર થઈ જાય છે, તેમજ મંડપ બનાવવાની અને કલમ કર્યા બાદ બધી જ કલમોને જુદી–જુદી જગ્યાએ પાણી સીંચવાની કડાકૂટમાંથી રાહત મળે છે અને ખર્ચ ઘટે છે.
ગેરફાયદા / મર્યાદા :
- જુન–જુલાઈ માસ બાદ કલમ કરવામાં આવે તો સફળતા ઓછી અથવા તદ્ન નહિવત મળે છે, અને રોપા મોટા થઈ જવાથી આ પ્રકારની કલમ કરવાનો અર્થ રહેતો નથી. ત્યારબાદ રોપા મોટા હોય ત્યારે ૬ થી ૧ર માસ સુધી નૂતન કલમ પધ્ધતિથી કલમ કરી શકાય છે.
- તાજા ઉગેલ ગોટલાને (૧પ દિવસનો મૂલકાંડ) પસંદ કરવો.
- કલમ કરવાના એક અઠવાડિયા પહેલાં પસંદ કરેલ આંબાની જાતની ચાર મહિના જેટલી જુની પરિપકવ ડાળી (સાયન) પસંદ કરી તેના પાનનાં ફકત ડીંટા રહેવા દઈ પાનને દુર કરો.
- મૂલકાંડ તરીકે પસંદ કરેલ ગોટલાને આઠેક સે.મી. જેટલી ઉંચાઈએ આડો કાપ મુકો અને ડાળીને ઉભો કાપ મુકી બે સરખાં ફાડિયા થાય તેટલો ૩ થી ૪ સે.મી. લંબાઈનો કાપ મૂકો. જે અંગ્રેજી 'વી' આકારનો દેખાશે.
- પસંદ કરેલ સાયન નીચેના છેડે ડાળીને બે બાજુથી ત્રાંસા સરખા કાપ મૂકો જે ફાચર જેવો દેખાશે. તેને મૂલકાંડમાં ઉભા કાપવાળા ભાગમાં સરખી રીતે દાખલ કરો જેથી બંનેની ડાળી એકબીજા સાથે સરખી રીતે બેસી જાય.
- કાપવાળા ભાગને ૧૦૦ માઈક્રોન વાળી ૧.પ સે.મી. પહોળી અને ૪૦ થી ૪પ સે.મી. લાંબી પોલીથીનની પટ્ટીથી સરખી રીતે બાંધવી જેથી પાણી અંદર દાખલ ન થાય. આ એપીકોટાઈલ કલમ (ગ્રાફટ) તૈયાર.
- આ કલમને માટી ત્ર કંપોસ્ટ ખાતર ત્ર રેતીના ૧ઃ૧ઃ૧ ના મિશ્રણથી ભરેલ ૧પ × રપ સે.મી. ની કાળી પોલીથીન કોથળીમાં વ્યવસ્થીત રીતે ફીટ કરી તેને પાણી આપો. કાળી માટીની જગ્યાએ લાલ અથવા સારી ગોરાડુ માટી લેવામાં આવે તે ઈચ્છનીય છે.
- તૈયાર કરેલ કલમોને સેટ થાય ત્યાં સુધી એટલે કે એક માસ સુધી ચોમાસામાં વરસાદ ન લાગે તેવી જગ્યાએ રાખો અને ત્યારબાદ ખુલ્લી જગ્યામાં ટ્રેન્ચ બનાવી તેમાં ગોઠવી ખાડામાં થોડી માટી ભરી નિયમિત રીતે (જો વરસાદ ન હોય તો) પાણી આપો. પાક સંરક્ષણના પુરતા પગલાં લો.
અગત્યની નોંધ :
દક્ષિણ ગુજરાતમાં ભારતીય એગ્રો ઈન્ડસ્ટ્રીઝ ફાઉન્ડેશન (બાયફ, એન.જી.ઓ.) બિનસરકારી સંસ્થા જે લાછકડી, તા. વાંસદા જી. નવસારી વિસ્તારમાં કાર્યરત છે. તેમના સઘન પ્રયાસો થકી આજુબાજુના આદિવાસી ખેડૂતોએ આ પ્રકારની પધ્ધતિ અપનાવી હજારોની સંખ્યામાં કલમો બનાવે છે. અને તેનું વેચાણ ગ્રાહકોને /ખેડૂતોને સીધે સીધા અથવા બાયફ સંસ્થા દ્વારા થાય છે અને પૂરક આવક મેળવે છે.
નૂતન કલમ પધ્ધતિ
ગુજરાત કૃષિ યુનિવર્સિટીના આણંદ કેન્દ્ર ખાતે શોધવામાં આવેલ દેશી આંબાના છોડ ઉપર કલમ બનાવવાની સાદી અને સરળ રીત છે. આ રીત અપનાવવા માટે તેને બે ભાગમાં વહેંચી નાંખવામાં આવેલ છે.
- પહેલા ભાગમાં જે સ્થળે આંબાવાડીયું કરવું છે ત્યાં પધ્ધતિસર રીતે ગોટલો વાવી દેશી છોડ ઉછેરવો.
- બીજા ભાગમાં આ રીતે ઉછેરેલ નવ–દસ માસ કે તેથી વધુ ઉંમરના દેશી છોડ (મૂલકાંડ) ઉપર સહેલી અને સરળ રીતે કલમ કરવી.
કલમ બનાવવાની રીત :
જે તે સ્થળે દેશી છોડ ઉછેરવાની રીત (ઈન સીટુ ગ્રાફટીંગ) :
- જે– તે પ્રદેશની જમીનની ફળદ્રુપતા જોતાં ઉછેરવા માટેની જે તે કલમી આંબાની જાત મુજબ આંબાવાડીયામાં બે ઝાડ વચ્ચેનું બંને બાજુનું અંતર પાંચથી છ મીટર (એટલે કે વીસ ફુટ) રાખવું. આમ કરવાથી શરૂઆતથી જ એકમ જગ્યામાં વધુ કલમો વાવી તેમાંથી વધુ આવક મળશે.
- નકકી કરેલ અંતરે નિશાનીઓ કરી ઉનાળામાં ૬૦×૬૦×૬૦ સે.મી. માપના લાંબા, પહોળા અને ઉંડા ખાડા કરવા. ખાડા ઉનાળામાં તપવા દેવા. વધુ વરસાદવાળા વિસ્તારમાં ખાડા ભરવા માટે ખાડા દીઠ ર૦ કિલો છાણીયું ખાતર, ૧/ર કિલો એમો. સલ્ફેટ, ૧.પ કિલો સુપર ફોસ્ફેટ તથા ર કિલો સલ્ફેટ ઓફ પોટાશ ખાડાની બહાર કાઢેલ માટીમાં સરખી રીતે ભેળવી જમીનની સપાટીથી ૧પ–ર૦ સે.મી. ઉંડો ભરવો. તેની ઉપરના ભાગમાં નાના, સુકા પાન બે ઈંચ જાડાઈના પાથરી તેની ઉપર બે ઈંચ માટી પાથરવી.
- વરસાદ પડે ત્યારે આ માટીના થર પર દેશી કેરીના તાજા વજનદાર ગોટલા ત્રિકોણાકારે ત્રણ ગોટલા ચપટા મૂકવા. અને ઉપર પાન અને માટીનો થર પાથરવો. વરસાદ થયાના ૧૦–૧પ દિવસ બાદ ગોટલી ઉગી નીકળશે.
- જમીન ગોરાડુ, બેસર, કાંપવાળી અને સારી ઝમણવાળી હોય તથા તે પ્રદેશમાં ઓછો વરસાદ હોય તો ખાડો ખાતર, માટીથી ભર્યા બાદ જમીનથી થોડો ઉંડો રાખવો. દેશી કેરીના સારા ગોટલા વાવવા.
- ચોમાસુ પુરું થતાં દરેક ખમણે ડાંગર અથવા ઘઉંના પરાળનો બે ઈંચ થર કરવો, અને પ્રમાણમાં ઓછું પાણી આપવું, જેથી મુળ ઉંડા જશે.
- જરૂર જણાયે આંતર ખેડ કરવી. આ રીતે ઉછેરેલો દેશી આંબાનો છોડ (મૂલકાંડ) માર્ચ માસમાં બે ફુટ ઉંચાઈનો થઈ જશે. આ છોડ પર ગરમીની શરૂઆત થતાં નવા લાલ તામ્રરંગના પાન અને દાંડીવાળી ફુટ પર કુમળી ડાળી ઉપર કલમ (સોફટ વુડ ગ્રાફટીંગ) માર્ચ માસથી ઓગસ્ટના અંત સુધીમાં કરી શકાય છે. ઉનાળાનો સમય વધુ ઉત્તમ છે. ઉનાળામાં આ કલમ કર્યા બાદ ઉપરોપને સફેદ પારદર્શક કોથળી (સાંકડી) ચડાવી નીચેની તરફ સાધારણ બાંધી દેવું.
રોપણી
- જમીન સમતળ કરી બે ત્રણ વખત હળથી ઉંડી ખેડ કરવી આંબાનું વાવેતર ૮×૮ મીટર ૧૦×૧૦ મીટર ૧ર×૧ર મીટરનાં અંતરે કરવું જે તે જગ્યાએ ઉનાળામાં ૧×૧×૧ મીટર લાંબા પહોળા અને ઉંડા ખાડા કરવા અને ૧પ –ર૦ દિવસ તપવા દેવા .ચોમાસા પહેલા ખાડાની માટી પ૦ કિ.ગ્રા.છાણિયુ ખાતર ર.પ૦ કિ.ગ્રા.સીંગલ સુપરફોસ્ફેટ અને ૧ કિ.ગ્રા.મ્યુરેટઓફ પોટાશ ભેળવી ખાડા પુરી દેવા. ઉધઈનો ઉપદ્રવ હોયતો ૧૦૦ ગ્રામ મીથાઈલ પેરાથીઓન(ર ટકા) પાવડર માટીમાં ભેળવી ખાડા પુરવા શરૂઆતના વર્ષમાં પ×પ મીટરનાં અંતરે આંબા રોપી ૧ર થી ૧પ વર્ષ સુધી ચાર ગણુ ઉત્પાદન મેળવી શકાય ત્યારબાદ બન્ને તરફથી એકાંતરે એક એક ઝાડ કાઢી નાખીને ૧૦×૧૦ મીટરનું નિયમિત વાવેતર રાખવું આમ કરવાથી શરૂઆતમાં સારુ ઉત્પાદન મેળવી શકાય.
આંબાવાડીયામાં ઉત્પાદન અને ગુણવત્તા વધારવાના ઉપાયો
આંબાવાડીયામાં રોપેલ કલમોની ઉંમરના આધારે આંબાવાડીને આપવાની માવજતને બે ભાગમાં વહેચી શકાય.
બિન ફળાઉ ઉછરતી કલમોને આપવાની માવજત
- નવી રોપેલ કલમોને ચોમાસામાં વરસાદ ન હોય ત્યારે અને ચોમાસા બાદ ગોડ કરી ૧ મીટર પહોળાઈની રીંગ બનાવી તેમાં જમીનની જાત અને હવામાન પ્રમાણે ૩ થી ૬ દિવસના ગાળે પાણી આપવું.
- ઉંમર વધે તેમ રીંગનું કદ વધારતા જવું.
- ઉંમર પ્રમાણે ખાતરનો જથ્થો સમયસર આપવો.
- ખામણાંમાં સુકુ ઘાસ અથવા ઝાડના પાનનું આવરણ કરવું (મલ્ચીંગ).
- વારંવાર ઉંડી ગોડ કરવી નહી.
- નવી રોપેલ કલમો ને ટેકો આપવો અને ઝાડ સીધું રહે તે માટે ટેકા ચકાસતા રહેવું.
- કલમો રોપ્યા બાદ ચાર વર્ષ સુધી મોર તોડી નાંખવો જોઈએ.
- ઉધઈનો ઉપદ્ર્રવ જણાયતો તેનું નિયંત્રણ કરવું.
- કલમોના થડની આજુબાજુનો ધાસ કચરો દુર કરવો જોઈએ.
- કલમો ઉપર નીકળતી નવી કુંપળો ઉપર મધીયો, થ્રીપ્સ, ડુંખ કોરી ખાનારી ઈયળ જેવી જીવાતો તથા ભૂકી છારો અને કાલવ્રણ જેવા રોગનું સમયસર નિયંત્રણ કરવું જોઈએ.
- નવી રોપેલ કલમોની કેરવણી માટે છટણી કરવી જરૂરી છે. જે માટે બીજા વર્ષ થી જમીન પર ફેલાતી ડાળી,એકમેકમાં ગુચવાયલી ડાળી અને નબળી અને રોગીષ્ટ ડાળીઓની જરૂરીયાત મુજબ સંમતોલ વિકાસ થાય તેમ છટણી કરવી જોઈએ.
- નવી રોપેલ કલમોમાં જમીનથી ૬૦ સે.મી. ઉંચાઈ સુધીનો થડનો ભાગ ડાળી વિનાનો હોવો જોઈએ.
- નવા આંબા વાડીયામાં શરૂઆતનાં પ–૭ વર્ષ સુધી વિવિધ આંતરપાકો લઈ શકાય છે.જેવા કે કેળ, પપૈયા જેવા ફળ પાકો, શાકભાજી તેમજ ફૂલછોડ નાં પાકો લઈ વધારાની આવક મેળવી શકાય.
- આંતરપાક આંબા કરતાં ઉંચી વધવાળા હોવા જોઈએ નહીં
- વધુ પાણીની જરૂરીયાત વાળા પાક લેવા નહીં. દા.ત. ડાંગર.
પુખ્ત ઉંમરનાં ફળાઉ ઝાડોને આપવાની માવજત
- પુખ્ત વયના ફળાઉ ઝાડોની માવજત વૈજ્ઞાનિક પધ્ધતિથી કરવામાં આવેતો ગુણવતા વાળા ફળોનું ઉત્પાદન મેળવી શકાય.
ખેડ
આંબાવાડીયામાં બેથી ત્રણ ખેડ કરવી જોઈએ. ચોમાસા પહેલા ચોમાસા પછી અને નવેમ્બર–ડીસેમ્બરમાં એમ ત્રણ ખેડ કરી શકાય.
ખાતર
- કોઈપણ પાકની સંતોષકારક વૃધ્ધિ અને ઉત્પાદન માટે કુલ ૧૬ તત્વોની જરૂરીયાત છે.
- સામાન્ય રીતે કેરીનાં એક ટનના ઉત્પાદન માટે જમીનમાંથી ૬.૭ કીલો નાઈટ્રોજન, ૧.૭ કીલો ફોસ્ફરસ અને ૭.૩ કીલો પોટાશનું શોષણ થાય છે. આ ઉપરાંત ઝાડને પોતાના વિકાસ માટે પણ કેટલીક માત્રામાં આ તત્વોની જરૂર પડે છે.
આંબાનાં પાકમાં ખાતરની ભલામણ
આંબાનાં પાકમાં ખાતરની ભલામણ નીચે મુજબ છે :
વર્ષ
|
છા.ખાતર (કિ.ગ્રા)
|
ખાતર ગ્રા./ ઝાડ/ વર્ષ
| ||
નાઈટ્રોજન
|
ફોસ્ફરસ
|
પોટાશ
| ||
૧.
|
૧૦
|
૭પ
|
૧૬
|
૭પ
|
ર.
|
ર૦
|
૧પ૦
|
૩ર
|
૧પ૦
|
૩.
|
૩૦
|
રરપ
|
૪૮
|
રરપ
|
૪.
|
૪૦
|
૩૦૦
|
૬૪
|
૩૦૦
|
પ.
|
પ૦
|
૩૭પ
|
૮૦
|
૩૭પ
|
૬.
|
૬૦
|
૪પ૦
|
૯૬
|
૪પ૦
|
૭.
|
૭૦
|
પરર
|
૧૧ર
|
પરપ
|
૮.
|
૮૦
|
૬૦૦
|
૧ર૮
|
૬૦૦
|
૯.
|
૯૦
|
૬૭પ
|
૧૪૪
|
૬૭પ
|
૧૦ અને ત્યારબાદ
|
૧૦૦
|
૭પ૦
|
૧૬૦
|
૭પ૦
|
ઉપરોકત તત્વો રાસાયણિક ખાતર ના રૂપમાં નીચે પ્રમાણે આપી શકાય :
વર્ષ
|
એમોનિયમ સલ્ફેટ/કિ.ગ્રા. અથવા
યુરીયા કિ.ગ્રા
|
સુપર ફોસ્ફેટ કિ.ગ્રા.
|
મ્યુરેટ ઓફ પોટાસ કિ.ગ્રા.
| |
૧.
|
૦.૩૭પ
|
૦.૧૬પ
|
૦.૧૦૦
|
૦.૧રપ
|
ર.
|
૦.૭પ૦
|
૦.૩૩૦
|
૦.ર૦૦
|
૦.રપ૦
|
૩.
|
૧.૧રપ
|
૦.૪૯પ
|
૦.૩૦૦
|
૦.૩૭પ
|
૪.
|
૧.પ૦૦
|
૦.૬પપ
|
૦.૪૦૦
|
૦.પ૦૦
|
પ.
|
૧.૮૭પ
|
૦.૮ર૦
|
૦.પ૦૦
|
૦.૬રપ
|
૬.
|
ર.રપ૦
|
૦.૯૮પ
|
૦.૬૦૦
|
૦.૭પ૦
|
૭.
|
ર.૬રપ
|
૧.૧પ૦
|
૦.૭૦૦
|
૦.૮૭પ
|
૮.
|
૩.૦૦
|
૧.૩૧પ
|
૦.૮૦૦
|
૧.૦૦૦
|
૯.
|
૩.૩૭પ
|
૧.૪૮૦
|
૦.૯૦૦
|
૧.૧રપ
|
૧૦.
|
૩.૭પ૦
|
૧.૬પ૦
|
૧.૦૦૦
|
૧.રપ૦
|
- વધુમા જે વાડીમાંથી હેકટરે ૧૦ ટન કરતાં વધુ ઉત્પાદન મળે તેમાં દર ટનના વધારાના ઉતારા દીઠ દરેક ઝાડને ૩૩ ગ્રામ એમોનીયમ સલ્ફેટ, ૧૧ ગ્રામ સુપરફોસ્ફેટ અને ૧૩ ગ્રામ મ્યુરેટ ઓફ પોટાશ વધારાનું આપવું.
- સેન્દ્રિય ખાતરો જેવાં કે છાણિયુ ખાતર,ગળતીયું (કંપોષ્ટ) ખાતર, પ્રેસમડ(જુનો) દિવેલી ખોળ વગેરેનો ઉપયોગ કરવાથી જમીનની ભૌતિક પરિસ્થિતિ સુધરે છે. લાભદાયક સુક્ષ્મજીવાણું તથા અળસિયાની સંખ્યામાં વધારો થતાં પોષકતત્વોની ઉપલબ્ધતા વધે છે. આ સેન્દ્રીય ખાતરોમાંથી જરૂરી સુક્ષ્મ પોષક તત્વો પુરા પ્રમાણમાં મળી રહે છે.
- ઉપરોકત ખાતરો અસરકારક મૂળ વિસ્તાર એટલે કે ઝાડનાં ફેલાવાની નીચે જમીનમાંં રપ થી ૩૦ સે.મી. ઉંડાઈ સુધીમાં સક્ર્રિય મૂળ આવેલા હોય છે. એટલે થડ થી ૧.પ થી ર.૦ મીટરનાં અંતરે રપ થી ૩૦ સે.મી ઉંડી અને ૩૦ થી ૪૦ સે.મી પહોળી રીંગ બનાવી તેમાં ખાતરો આપી માટીથી ઢાંકી દેવા જોઈએ.
ખાતર આપવાનો સમય
- પુરેપુરુ છાણિયું ખાતર, ૧/ર નાઈટ્રોજન તેમજ ફોસ્ફરસ અને પોટાશનો પુરેપુરો જથ્થો ચોમાસુ શરૂ થતાં પહેલા જુન માસમાં આપવો. બાકીનો ૧/ર નાઈટ્રોજનનો જથ્થો ફેબુ્રઆરી–માર્ચ માં કેરી લખોટા જેવડી કદની થાય ત્યારે આપી એક હળવું પિયત આપવું.
- પિયતની સગવડતા ન હોયતો પુરે પુરો જથ્થો ચોમાસામાં આપવો
પિયત
- ચોમાસું પુરુ થયા પછી મોર આવીને કેરી વટાણા જેવડી થાય ત્યાં સુધી પિયત આપવું નહી.
- કેરી વટાણા જેવડી થાય ત્યારે એક પાણી અને ત્યારબાદ ર૦ થી રપ દિવસનાં ગાળે આફુસમાં એક પાણી જયારે કેસર, તોતાપુરી, વશીબદામી જેવી જાતને બે પાણી આપવા .
- પાણી આપવાથી ફળનું ખરણ અટકશે તેમજ કદ અને વજનમાં વધારો થશે.
નિતાર
- ભારે ચીકણી જમીનમાં ચોમાસામાં વધારે ભેજને ઝડપથી દુર કરવા નિતાર નીક બનાવવી જઈએ.
- વરસાદનું પાણી ઝડપથી નિતાર થાય તે જોવું ખાસ જરૂરી છે.નિતારશકિત વધારવા પ્રેસમડ કે જીપ્સમનો ઉપયોગ કરી શકાય.
છાંટણી
- જમીન પર ફેલાતી, એકમેકમાં ગુંચવાયેલી, નબળી અને રોગિષ્ઠ ડાળીઓને કાપીને દુર કરવી જોઈએ. ઝાડના અંદરના ભાગે સુર્યપ્રકાશ મળે તેવી વ્યવસ્થા કરવી જોઈએ.
- આંબાના ઝાડમાં મોટી ડાળીઓ નહી કાપતાં દર વર્ષે કે દર બે વર્ષે એકવાર બિન જરૂરી નાની ડાળીઓ કાપતા રહેવું. મોટી ડાળીઓ કાપવાથી ઉત્પાદન પર માઠી અસર પડે છે.
સેન્ટર ઓપનીંગ :
આંબામાં જયારે સૂર્યપ્રકાશનો અભાવ જણાતો હોય ત્યારે આ પ્રકારની છાંટણી કરવાથી સરળતાથી ઉત્પાદન અને ગુણવત્તામાં વધારો કરી શકાય છે. આ પ્રકારની છાંટણી ખાસ કરીને એવી વાડીમાં કરવામાં આવે છે કે જયાં કલમોની ઉંચાઈ વધારે હોય અને ઝાડ મોટા હોય. કલમોની મુખ્ય ડાળીને વચ્ચેથી એવી રીતે કાપવામાં આવે છે કે જેથી બાજુની અને અંદરની ડાળીઓ ઉપર સૂર્યપ્રકાશ સરળતાથી મળી રહે.
ફળો ઉતારી લીધા બાદ સેન્ટર ઓપનીંગ કરવામાં આવે છે. સેન્ટર ઓપનીંગ કરવા માટે કુશળતા સાથે વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરવો હીતાવહ છે. આ પ્રકારની છાંટણીમાં વૃક્ષના ઉપરના ભાગથી અંદર સુધી સુર્યપ્રકાશ આવે તે રીતે વચ્ચેની મુખ્ય ડાળીને કાપવામાં આવે છે. આ રીતની છાંટણી કરવા માટેના આંબાવાડીયામાં ઝાડની નીચે ઉભા રહી એવી ડાળીની પસંદગી કરવી કે જેથી ફકત એક કે બે ડાળીને કાપવાથી ઝાડની ઉંચાઈ નિયંત્રણ થઈ શકે અને સંપૂર્ણ ઝાડને વધુમાં વધુ સૂર્યપ્રકાશ મળી શકે. આ રીતે સેન્ટર ઓપનીંગ કર્યા બાદ ૧% યુરીયા અને ૧% કોપર ઓકઝીકલોરાઈડનો છંટકાવ કરવાથી નવી કુંપળો મેળવી શકાય છે અને આ કુંપળો ઉપર સૂર્યપ્રકાશ પૂરતા પ્રમાણમાં મળતો હોવાથી બીજા વર્ષે સારા પ્રમાણમાં ફુલો બેસે છે.
ઘનિષ્ઠ વાવેતર પદ્ધતિમાં છાંટણી તથા કેળવણી :
હાલમાં આંબામાં ઉત્પાદન વધુ લેવા માટે ઘનિષ્ઠ વાવેતર પદ્ધતિ ખૂબજ પ્રચલિત છે અને ખેડૂતો દ્વારા પ × પ મીટર અથવા ૬ × ૩ મીટરે વાવેતર કરવામાં આવે છે. પરંતુ આ પદ્ધતિ દ્વારા કરેલ વાવેતરમાં ૧૦ થી ૧ર વર્ષે કલમની ડાળીઓ એક બીજાને અડી જાય છે અને સૂર્યપ્રકાશ પુરેપુરો ન મળવાથી ઉત્પાદનને માઠી અસર થાય છે અને ઝાડોની ઉંચાઈ ખૂબ વધે છે. તેથી આવી વાડીઓમાં નિયમિત છાંટણી કરી ઉત્પાદકતા વધારી શકાય છે. આંબાના પાકમાં દર વર્ષે અથવા આંતરે વર્ષે કેરી ઉતાર્યા બાદ તુરંત છેડેથી દશ થી વીસ સેન્ટીમીટરની છાંટણી કરવાથી ઉત્પાદનમાં વધારો જોવા મળેલ છે. નવસારી કૃષિ યુનિવર્સિટીના કૃષિ પ્રાયોગિક કેન્દ્ર, પરીયા ફાર્મ ખાતે કેસર તથા હાફુસમાં પ મી. × પ મી. તથા રાંચી ખાતે આમ્રપાલીમાં ર.પ મી. × ર.પ મી. અને લખનૈા ખાતે દશેરીમાં ૩ મી. × ર મી. ઘનિષ્ઠ વાવેતરમાં છાંટણી અને કેળવણી કરી ખૂબજ સારા પરિણામો મેળવેલ છે. આ પધ્ધતિમાં પણ ડાયબેક રોગની શકયતા રહે છે. જેના નિયંત્રણ માટે ડાળીઓના કાપેલા ભાગ પર ૧૦ લિટર પાણીમાં ૪૦ ગ્રામ કોપરઓકસિકલોરાઈડ મેળવી છંટકાવ કરવો.