મરચાએ એક અગત્યના શાકભાજીનો પાક છે. તાજા લીલા મરચા શાકભાજી તરીકે તથા લાલ સુકા મરચા રસોઈને સ્વાદષ્ટિ બનાવવા તેમજ બજારમાં ઉપલબ્ધ તૈયાર વાનગીઓ (ફાસ્ટફૂડ), અથાણા વગેરેમાં વત્તાઓછા પ્રમાણમાં ઉપયોગ થાય છે. લીલા મરચામાં ફોસ્ફરસ, કેલ્શિયમ અને વિટામીન સી વિશેષ પ્રમાણમાં હોય છે. લીલા મરચામાં ગેસની તકલીફ અને સાંધાનો દુ:ખાવો દૂર કરવાના ઔષધિય ગુણો પણ છે.
જાતો
સુધારેલી જાતો : જીવીસી-૧૦૧,૧૧૧,૧૧ર,૧ર૧,૧૩૧,પુસા જયોતી, પુસા સદાબહાર, અર્કા મેઘના, અર્કા સુફલ, અર્કા ખ્યાતી, કાશી અનમોન, અર્કા શ્વેતા
હાઇબ્રીડ જાતો: જીએવીસીએચ-૧, અર્કા, શીસીએચ-ર અને ૩
જમીનની તૈયારી અને વાવેતર
મરચાના પાક્ને ગોરાડુથી મધ્યમ કાળી અને ભાઠાની સારા નિતારવાળી ફળદ્રુપ જમીન વધુ માફક આવે છે, તેમ છતાં રેતાળ જમીનમાં પૂરતા પ્રમાણમાં સેન્દ્રીય તત્વ ઉમેરી આ પાકની ખેતી કરી શકાય છે. મે માસ દરમિયાન જમીન ખેડી તપવા દેવી, ચોમાસા પહેલા ૧પથી ૨૦ ટન સારુ કહોવાયેલુ છાણિયુ તથા ગળતિયુ ખાતર નાંખવું, શક્ય હોય તો જૂનના છેલ્લા અઠવાડિયામાં અથવા જુલાઈના પ્રથમ અઠવાડિયામાં શણ જેવા પાકનો લીલો પડવાશ કરવો.બે થી ત્રણ ખેડ મારી કરબ મારી જમીન સમતળ કરી અંતર પ્રમાણે વાવેતર કરવું.
ચોમાસામાં જુન – જુલાઈ, શિયાળામાં ઓકટોબર અને ઉનાળામાં જાન્યુઆરી-ફેબુઆરીનો સમય સારો છે. બે હાર વચ્ચે ૬૦ સે.મી. અને બે છોડ વચ્ચે ૬૦ સે.મી. અંતર રાખવું. ૩૦ થી ૩૫ દિવસે ધરુ રોપણી લાયક થયેથી ફેર રો૫ણી કરવી.
બીજનો દર
સુધારેલા પાકો: ૭૫૦ ગ્રામ પ્રતિ હેકટર – ૫૬૦૦૦ છોડ/હેકટર
હાઇબ્રીડ પાકો:૩૫૦ ગ્રામ પ્રતિ હેકટર – ર૮૦૦૦ છોડ/હેકટર
ખાતર
રાસાયણિક ખાતર: ૫૦:૫૦:૫૦ નાફોપો કિ/હે જમીન તૈયાર કરતી વખતે પાયામાં આ૫વું. નાઈટ્રોજન ર૫ કિ/હે, ફેરરો૫ણીના એક મહિના ૫છી પૂર્તિ ખાતર તરીકે અને બાકીનો નાઈટ્રોજન ર૫ કિ/હે, ફેરરો૫ણીના ૫૦ થી ૫૫ દિવસે આ૫વું. મરચીના છોડની ઊંચાઈ તથા પાનનો વિસ્તાર બોરોનના ૨થી ૪ પીપીએમના છંટકાવથી વધારી શકાય છે. ગુણવત્તાની દૃષ્ટિએ જોઈએ તો બોરોનની પૂર્તિની એસ્કોરબિક એસીડ કેપ્સેસીન અને કલોરોફીલ એ, બી તેમજ કુલ કલોરોફીલનું પ્રમાણ વધે છે. મરચી પોષણ વ્યવસ્થામાં જો પોટેશિયમ અને જસતની પૂર્તિ એકસાથે કરવામાં આવે તો ઉત્પાદનમાં વિશેષ ફાયદો થાય છે.
દેશી ખાતર: ર૦ ટન પ્રતિ હેકટર, સારુ કોહવાયેલુ છાણીયું ખાતર જમીન તૈયાર કરતી વખતે આ૫વું.
પીયત અને કાપણી
ચોમાસુ પૂર્ણ થયા ૫છી ૧૫ થી ર૦ દિવસના અંતરે ૮-૯ પીયત આપવા. મરચાની પ્રથમ વીણી ૭૦ થી ૭૫ દિવસ શરૂ થાય છે. પ્રતિ હેકટર લીલા મરચાનું ૧૫ થી ર૫ ટન ઉત્પાદન મળે છે. તાર બાંધીને છોડને આધાર આપવાથી વધુ ઉત્પાદન મળે છે.
0 Comments:
Post a Comment