Thursday, 18 February 2021

આંબાના પાકમાં ફુલભમરીનું (Blossom midge) નિયંત્રણ

 




ખેડુતમિત્રો, સૌરાષ્ટ્ર વિસ્તારમાં આાંબાના બગીચાઓમાં કૂલભમરી (બલોસમ મીજ- Blossom Midge) નામની જીવાતનો ઉપદ્રવ વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે. આ જીવાતની કેરીના ઉત્પાદનમાં સારું એવું નુકશાન થાય છે અને એના સમયસર નિયંત્રણથી પાકને નુકસાની બચાવી શકાય છે.

જીવાત

માદા પાન અને કળીઓના વચ્ચેના ભાગમાં ઇંડાં મૂકે છે. ઇંડાંમાંથી નીકળેલ ઈયળો પેશીઓમાં દાખલ થાય છે, અને નાની ઉપસેલી ગાંઠો બનાવે છે. આ ઈયળો પૂર્ણ વિકસિત ન થાય ત્યાં સુધી ગાંઠોની અંદર રહી અંદરનો ભાગ ખાઈ વિકાસ પામે છે. પૂર્ણ વિકસિત ઈયળો કાણું પાડી બહાર નીકળી કુદકો મારી જમીન પર પડી જમીનની અંદર કોશેટા બનાવે છે. મોર અવસ્થા પૂર્ણ થયા બાદ નવી કંપળો તેમજ ફૂલકળી પર પણ નુકસાન ચાલુ રહે છે. ફૂલની દાંડીમાં નુકસાનનો આધાર તેની અંદર રહેલ ઈયળોની સંખ્યા પર હોય છે. એક ઇંચ લંબાઈની મોરની દાંડીમાં ૧૦૦ જેટલી ઈયળો હોય શકે. જ્યારે પૂર્ણ વિકસિત ઈયળો દાંડીમાં કાણું પાડી બહાર નીકળે છે ત્યારે કાળાશ પડતા કાણાં જોવા મળે છે. કાળા ડાઘા એ આ જીવાતથી થયેલ નુકસાનની નિશાની છે. વધુ ઉપદ્રવ હોય ત્યારે નુકશાન પામેલ મોરની દાંડી વિકૃત થઈ એક બાજુ વળી જાય છે, અને તેમાં ઈયળોએ બહાર નીકળવા માટે પાડેલ કાણાં જોઈ શકાય છે. છેલ્લી અવસ્થામાં આ જીવાત નવા બંધાયેલ મગીયાને પણ નુકસાન કરે છે. આ અવસ્થાએ પાકને વધુમાં વધુ નુકશાન થાય છે. ઈયળો ફૂલના ગર્ભાશયમાં દાખલ થયા બાદ વિકસતા ફળની અંદર ખાઈ વિકાસ પામે છે. ઈયળ દ્વારા મગીયામાં પાડેલ કાણાં મગીયાના ડીટીયાની નીચેની બાજુમાં જોવા મળે છે જે કાળાશ પડતા રંગના હોય છે. નુકશાન પામેલ મગીયો (નાના ફળો) પીળા પડી વિકૃત થઈ જાય છે. વિકાસ અટકી જવાથી છેવટે ખરી પડે છે. આ જીવાતનું નુકસાન ડિસેમ્બરથી માર્ચ માસ દરમિયાન આંબાના મોરમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે. પરિણામે કેરી ઓછી બંધાતા કેરીનું ઉત્પાદન ઘટે છે અને આર્થિક નુકસાન થાય છે.

નિયંત્રણ

(૧) આાંબાવાડીયામાં ઊંડી ખેડ તથા ખામણામાં ગોડ કરવાથી મીંજના કોશેટા જમીનની બહાર આવવાથી તેનો નાશ થશે.

(૨) બગીચાની સ્વચ્છતા જાળવવી. વધુ નુકશાન પામેલ શરૂઆતની મોરની દાંડીઓ તેમજ નુકસાનગ્રસ્ત પાન કાપી તેનો નાશ કરવો.

(૩) આા જીવાતના રાસાયણિક નિયંત્રણ માટે ફોસફામીડોન ૪૦%, દવા ૬ મિ.લિ. અથવા ડીડીવીપી ૫ મિ.લિ. અથવા ડાયમીથોએટ ૧૨ મિ.લિ. અથવા ફેનીટ્રોથીઓન ૧૦ મિ.લિ. અથવા ક્વિનાલફોસ ૨૦ મિ.લિ. અથવા મિથાઇલ ઓ ડોમેટોન ૧૦ મિ.લિ. દવા ૧૦ લિટર પાણીમાં ભેળવી છટકાવ કરવો. છંટકાવ આંબામાં કૂલકળી એટલે કે મોર નીકળવાના સમયે કરવો. છટકાવ ખાસ કરીને બપોર બાદ ૪ વાગ્યા પછી કરવામાં આવે તો અસરકારક નિયંત્રણ મળે છે. આાંબામાં મોર અવસ્થાએ ઝાડની નીચેની જમીન પર ભૂકારૂપ દવા જેવી કે મિથાઈલ પેરાથીઓન ૨ ટકા ભૂકી ભભરાવવી જેથી કોશેટા અવસ્થામાં જતી ઈયળો તેમજ કોશેટામાંથી નીકળતી પુખ્ત ભમરીનો નાશ થાય.

0 Comments:

Post a Comment